ખાનગીક્ષેત્રનાં ૨ એકમ માટે સિનિયર ઈલેકટ્રિકલ, સ્ક્રાડા-પીએલસી ઓપરેટરની જગ્યા માટે ભરતી મેળોયોજાશે
ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર દ્વારા ૧૫મી મે, ૨૦૨૫ને ગુરૂવારના
રોજ સવારના ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ,
લાઈબ્રેરી સામે ભરતીમેળાનું આયોજન કરવામા આવ્યું છે.
ભરતીમેળામાં ખનગીક્ષેત્રનાં અંદાજિત ૨ એકમમાં મેઈન્ટેનન્સ હેડ, રોલિંગ મિલ ઈલેક્ટ્રિકલ હેડ, સિનિયર
ઈલેકટ્રિકલ, સ્ક્રાડા-પીએલસી ઓપરેટર,પ્લાન્ટ એન્જીનીયર જગ્યા ભરવાની છે.જેમાં બી.ઈ મીકેનીકલ બી.ઈ
ઈલેક્ટ્રીકલ, બી.ઈ પ્રોડક્શન અને બી.ઈ મેટલર્જી એન્જીનીયરની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને
ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. તેમ યુનિવર્સિટી
રોજગાર કેન્દ્રના નાયબવડાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments