અમરેલી

સાવરકુંડલા રેન્જમાં સસલા નો શિકાર કરી મિજબાની માણી રહેલા શિકારીઓને પકડી રૂ. 80,000 દંડ વસૂલતું વન વિભાગ

સાવરકુંડલા વન વિભાગના એક ઓપરેશન દ્વારા બગોયા ગામે રેવન્યુમાંથી આરક્ષિત વન્ય જીવ સસલું-૧ ને ફાંસલો ગોઠવી ફસાવી પકડી મૃત્યુ નીપજાવેલ આરોપીઓને પકડી પાડવામાં આવેલ. સમગ્ર હકીકતની વાત કરીએ તો નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ (આઇ.એફ.એસ.) ગીર (પૂર્વ) વન વિભાગ-ધારી ની

સુચના અને મદદનીશ વન સંરક્ષક  ધારી ડી.એલ.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા

નોર્મલ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફીસર પ્રતાપ.એન.ચાંદુ, રાઉન્ડ ફોરેસ્ટર પ્રદીપસિંહ.વી.ચાવડા,

ફો.ગાર્ડ, લક્ષ્મણ જી.ગોહીલ, ધવલ બી. રાનાણી અને સાવરકુંડલા રેન્જના સ્ટાફ દ્વારા રેવન્યુ વિસ્તાર માં વન્યજીવોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સઘન તપાસની કામગીરી હાથ ધરેલ હતી. જેમાં તા.૧૫.૦૫.૨૦૨૫ ના રોજ સાવરકુંડલા તાલુકા હેઠળના બગોયા રેવન્યુ વિસ્તારમાં આવેલ ધાતરવડી નદી કાંઠે સસલા જીવ-૧ નો મેવટા વડે શિકાર કરી તેમના ટુકડા કરી અલગ અલગ બે ભાગમાં વહેચી બગોયા ગામે પોતાના રહેણાંક મકાને આરોપીઓ (૧) રણજીતભાઇ ભનુભાઇ સુદરાણા, રહે.બગોયા તથા (૨) સતિષભાઇ કાંતિભાઇ પાટડીયા, રહે.બગોયા, તા.સાવરકુંડલા વાળા માંસ(મટન) રાંધી રહયા હતા. તે દરમ્યાન મુદામાલ સાથે બન્ને આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ બનાવમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધીનિયમ-૧૯૭૨ હેઠળ આરક્ષિત વન્ય જીવ સસલા નો શિકાર કરવા બદલ આરોપીઓ પાસેથી રૂા.૮૦૦૦૦(એસી હજાર) ની દંડ પેટે વસુલાત કરવામાં આવેલ છે.

Related Posts