હેમ્બર્ગના સેન્ટ્રલ ટ્રેન સ્ટેશન પર છરીના હુમલામાં ઓછામાં ઓછા ૧૨ લોકો ઘાયલ થયા હોવાનું જર્મનીના મીડિયા સૂત્રોએ જણાવાયું હતું. સ્થાનિક પોલીસે શંકાસ્પદ હુમલાખોરની ધરપકડની પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પરના કેટલાક વીડિયોમાં હુમલાના સંદર્ભમાં પોલીસ દ્વારા એક મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી રહી છે.
આ ઘટના મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ વ્યક્તિએ ટ્રેક ૧૩ અને ૧૪ વચ્ચે પ્લેટફોર્મ પર છરી વડે લોકોને નિશાન બનાવ્યા હતા. મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રણ પીડિતોની હાલત ગંભીર છે, અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે, અને છને નાની ઇજાઓ થઈ છે. કેટલાકને ઘટનાસ્થળે ટ્રેનમાં સારવાર આપવામાં આવી છે.
અધિકારીઓએ હજુ સુધી કોઈ કારણ નક્કી કર્યું નથી. “પ્રારંભિક માહિતી અનુસાર, મુખ્ય ટ્રેન સ્ટેશન પર એક વ્યક્તિએ છરી વડે ઘણા લોકોને ઘાયલ કર્યા,” હેમ્બર્ગ પોલીસે ઠ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.
જર્મનીના બીજા સૌથી મોટા શહેર હેમ્બર્ગના ડાઉનટાઉનમાં સ્થિત આ સ્ટેશન સ્થાનિક, પ્રાદેશિક અને લાંબા અંતરની મુસાફરી માટેનું મુખ્ય કેન્દ્ર છે. એસોસિએટેડ પ્રેસે અહેવાલ આપ્યો છે કે પોલીસે સ્ટેશનના કેટલાક ભાગોને ઘેરી લીધા છે.
જર્મનીમાં તાજેતરના મહિનાઓમાં શ્રેણીબદ્ધ હિંસક ઘટનાઓ જાેવા મળી છે, જેમાં છરાબાજીનો પણ સમાવેશ થાય છે. રવિવારે, બીલેફેલ્ડના એક બારમાં છરાબાજીમાં ચાર લોકો ઘાયલ થયા હતા. શંકાસ્પદે તેની ધરપકડ બાદ પોલીસ સમક્ષ જેહાદી માન્યતાઓ વ્યક્ત કર્યા બાદ હેમ્બર્ગ હુમલાની તપાસ ફેડરલ પ્રોસિક્યુટર્સ દ્વારા હાથ ધરવામાં આવી છે.
જર્મનીના હેમ્બર્ગ શહેરના ટ્રેન સ્ટેશન પર છરીથી હુમલો, ૧૨ લોકો ઘાયલ, ત્રણની હાલત ગંભીર

Recent Comments