ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નામદાર કોર્ટ તરફથી બજવણી અર્થે મોકલવામાં
આવતા વોરંટનાં આરોપીને પકડી પાડવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ નામ. કોર્ટ તરફથી
મોકલવામાં આવતા વોરંટના આરોપી અંગે માહિતી મેળવી તેમને પકડી પાડવા
અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે નામ. ફેમીલી કોર્ટ, બગસરા નાઓનાં
ક્રિમીનલ પરચુરણ અરજીના કામે ભરણપોષણની રકમ આપવામાં કસુર થયે,
કસુરવાર ઠરાવી સજાનું વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે સજા વોરંટના કામે નાસતા ફરતા
આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, સજા માટે
જિલ્લા જેલ, અમરેલી ખાતે મોકલી આપવા કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ –
અલ્પેશભાઇ જયંતીભાઇ પટેલ, ઉ.વ.૩૮, રહે. રાજુલા, તા.રાજુલા, જિ.અમરેલી.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા
તથા હેડ કોન્સ. ગોકળભાઇ કળોતરા, લીલેશભાઇ બાબરીયા, જનકભાઇ હીમાસીયા,
તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments