ભાવનગર

બગદાણામાં શ્રી બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ નર્સિંગ કોલેજ બગદાણા દ્વારા ગણપતિ ઉત્સવ-2026નું આયોજન

જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ, બગદાણા દ્વારા ગણપતિ ઉત્સવ-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તારીખ 14 સપ્ટેમ્બર, ના રોજ ગણપતિ સ્થાપના કરી આજ રોજ તારીખ 25/09/2026 ના ગોપનાથ મહાદેવ ના મંદિર ખાતે ગણપતિ દાદા ને સ્નાન કરી સંસ્થા ખાતે કાયમી પૂજા પ્રાર્થના થાય એ માટે સ્થાપના કરવામાં આવી .

ગણપતિ સ્થાપના પ્રસંગે ધાર્મિક વિધિ-વિધાન સાથે ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરવામાં આવી . સંકુલના વિદ્યાર્થીઓ, સ્ટાફ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી સમગ્ર કાર્યક્રમને લઈને સંકુલમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પ્રસંગે જય ગણેશ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ લાધવા તથા ટ્રસ્ટી શ્રી વિષ્ણુભાઈ ભાલીયા સહિત ટ્રસ્ટના સભ્યો, શૈક્ષણિક સંકુલના આચાર્યશ્રી, નર્સિંગ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ આનંદ સાથે કાર્યક્રમ માં જોડાય .

ગણપતિ ઉત્સવ દરમિયાન સંકુલ ખાતે વિવિધ ધાર્મિક અને સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયા સફળ બનાવવા માટે સંકુલ પરિવાર દ્વાર. ગણપતિ બાપાના આગમનને લઈને વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Related Posts