ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તેમજ અમરેલી જીલ્લા પોલીસ
અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જીલ્લામાં બનેલ વાહન અકસ્માતના ગંભીર ગુન્હાઓના આરોપીઓને
શોધી તેમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે
શ્રી વિસ્મય માનસેતા સાહેબ, વિભાગીય પોલીસ અધિકારી,લાઠી વિભાગ નાઓએ બાબરા પોલીસ સ્ટેશન એ
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૬૦૪૯૧/૨૦૨૬ BNS કલમ ૧૦૬(૧),૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ
૧૭૭,૧૮૪,૧૩૪ મુજબનો ફેટલનો ગુન્હો રજી. થયેલ હોય, જે ગુન્હાની વિગતોનો ઉંડાણપૂર્વંક અભ્યાસ કરી, આ
ગુન્હાનાં આરોપીને શોધી કાઢવા બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.પરમાર સાહેબ તથા
પોલીસ ટીમને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે બાબરા પોલીસની અલગ-અલગ ટીમો
બનાવી આ ગુન્હાના આરોપીને શોધી કાઢવા સી.સી.ટી.વી. કેમેરાનો જીણવટભરી નજરથી ગંભીરતાપૂર્વક અભ્યાસ
કરી તથા હ્યુમન સોર્સની મદદથી ઉપરોક્ત ગુન્હાના આરોપીને પકડી પાડી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી
કરેલ
બાબરા રાજકોટ-ભાવનગર હાઇવે રોડ અજાણ્યુ વાહન બેફિકરાઇથી ચલાવી ભટકાવી અકસ્માત કરી મૃત્યુ નિપજાવી નાસી જનાર આરોપીને ઝડપી પાડતી બાબરા પોલીસ સર્વેલન્સ ટીમ


















Recent Comments