ગુજરાત

અમરેલીના ખાંભા, ગીર પંથક સહિતના વિસ્તારોમાં વરસાદ, આવનારા ૫ દિવસ માટે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૫ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે, ત્યારે અમરેલી ખાંભા ગીર પંથક અને વડીયા સહિતના વિસ્તારોમાં આજે શુક્રવારે (૬ જૂન) વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ વરસ્યો હતો. ગરમીના માહોલ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
રાજ્યમાં આગામી ૫ દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ૧૧થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે ૭ જૂનના રોજ રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આવતીકાલે ૮ જૂનના રોજ રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને ૯થી ૧૨ જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
શુક્રવારે બપોરના ભારે બફર અને ગરમી બાદ, અમરેલી જિલ્લાના ૨ તાલુકામા વરસાદી ઝાપટા પડ્યા હતા. ધારી ગીરના વીરપુર, ઈંગોરાળા, ગોવિંદપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વડીયા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વડીયા શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. ધારીના ગ્રામ્ય અને વડીયા પંથકમાં વરસાદની લોકોએ રાહત અનુભવી હતી. ભીમ અગિયારસે મેઘરાજાએ મુર્હૂત સાચવ્યું હતું.
અમરેલીના ખાંભા, ગીર પંથકના ગામડાંઓમાં શુક્રવારે (૬ જૂન) ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાંભા, ગીરના તાલડા, ખડાધાર, બોરાળા, ચકરાવાપરા સહિત ગામડાંઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, ખાંભા ગીર પંથકમાં ભીમ અગિયારસનું શુકન સાચવતો વરસાદ નોંધાયો છે.
વડીયા શહેરમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. વડીયાના ॅખ્તદૃષ્ઠઙ્મ રોડ પર ઘૂંટણસમાં વરસાદી પાણીના દ્રશ્યો જાેવા મળ્યા હતા. જેમાં ઁખ્તદૃષ્ઠઙ્મ રોડ અને પોસ્ટ ઓફીસ કચેરી નજીક રસ્તા પર નદીની માફક પાણી વહેતું જાેવા મળ્યું હતું.

Related Posts