ગુજરાત

સુરતમાં સ્વામી નિર્દોષાનંદજી  સેવા સત્સંગ મંડળ દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ, રક્તદાન મહાશિબિર, દંત યજ્ઞ તથા પંચકર્મ આયુર્વેદ કેમ્પ યોજાયો.

બ્રહ્મલીન પૂજય સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની સંન્યાસ પરંપરામાં આ મહોત્સવનું આયોજન પ્રતિવર્ષ થઇ રહ્યું છે સુરત મુકામે હેવન પાર્ટી પ્લોટ કોસમાડા પાટીયા, કેનાલ રોડ ઉપર ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આતકે ધૂન, કીર્તન, ગુરુવંદના  તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગુરૂપૂજનવિધિ, મહાઆરતી વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજીએ પોતાનાં ગુરુભક્તિમય પ્રવચનમાં ગુરુપૂર્ણિમાનાં પાંચ અંગો ગુરુવંદના, ગુરુપૂજા, ગુરુ ઉપદેશ શ્રવણ, ગુરુદીક્ષા અને ગુરુદક્ષિણાની મર્મ સાથેની સમજૂતિ આપીને ગુરુ ચૈતન્યની અનુભૂતિ કરાવતું ધ્યાન કરાવીને શ્રોતાજનોને આત્માનંદમાં નિમગ્ન બનાવ્યા હતા દાતાઓ અને ટ્રસ્ટી ઓનાં સન્માન તેમજ મહાનુભાવોનાં પ્રાસંગિક વક્તવ્યો સુરત મુકામે તાપી મૈયાનાં તટ પર નિર્મિત સ્વામી નિર્દોષાનંદજી સેવા સાધના આશ્રમ ખોલેશ્વર મુકામે બની રહેલાં આત્મેશ્વર મહાદેવ શિવાલયનાં નિર્માણ કાર્યને વેગવંતુ બનાવવાની પ્રેરણા આપતી વિડીયો કલીપ બતાવવમાં આવી હતી ધર્મસભાનાં વિસર્જન બાદ ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી જનતાને ગુરુપૂર્ણિમાનો ભોજન પ્રસાદ લીધો હતો.
                સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીનાં દર્દીઓનાં લાભાર્થે આયોજિત રક્તદાન મહાશિબિરમાં 581 રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવસેવાનું જવલંત ઉદાહરણ પૂરું પાડયું હતું તેમજ આ પ્રસંગે આયોજિત જાલંધરબંધ યોગપદ્ધતિ દ્વારા દંતયજ્ઞ કેમ્પમાં 65 દર્દીઓની તદ્દન નિઃશુલ્ક દંતચિકિત્સા કરવામાં આવી હતી તથા પંચકર્મ આયુર્વેદ કેમ્પમાં 157 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને 51 બાળકોને સુવર્ણપ્રાશન ટીપા પીવરાવવામાં આવ્યા હતા પુજયપાદ સ્વામીજીની અનુભૂતિ ઉપસ્થિતિમાં સમગ્ર મહોત્સવમાં 6500 જેટલા સાધકો ભક્તોએ લાભ લીધો હતો તેમ આશ્રમ સેવક અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Related Posts