ગુજરાત

અમદાવાદ ગાયત્રી પરિવાર સહિત ની સામાજિક સંસ્થાનો દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ની ધર્મ સભર ઉજવણી

અમદાવાદ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ,આશાપલ્લી, આશાપલ્લી હોપ્સ,ફોર્ટ તથા જીવન સંધ્યા સિનિયર સિટીઝન હોમ,જાયન્ટ્સ ગ્રુપ ઓફ અમદાવાદ કોહિનૂર, સંયુક્ત ઉપક્રમે”તારીખ: 29/07/26, બુધવાર,સમય:- બપોર ૩-૦૦ કલાકે સ્થળ:- જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમ,અંકુર નારણપુરા અમદાવાદ ખાતે ભક્તિમય વાતાવરણમાં “ગુરુ પાદુકા પૂજન અર્ચન-શ્રી સત્યનારાયણ ભગવાનની કથા-તુલસી પૂજન-ગુરુ ચાલીસા પાઠ-ગાયત્રી ચાલીસા પાઠ શ્રી પ્રવીણભાઈ પટેલ સંગીત વૃંદ સાથે મધુુર સ્વરમાં યોજાયુ. ગાયત્રીમંત્ર લેખન બુક,સત્ સંકલ્પ પત્ર વિતરણ, સિનિયર સિટીઝન હોમમાં રહેતા રહીશોને પ્રસાદ તથા સાંજનું ભોજન પીરસવામાં આવ્યું.વૃક્ષારોપણ,તુલસી રોપાનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો.દિપ પ્રાગટ્ય:લાયન ભરતભાઈ શેઠ પ્રથમ વાઇસ ડીસ્ટ્રીક્ટ ગવર્નર, મુખ્ય મહેમાન :લાયન પરાગ શાહ તથા લાયન રેખા અસરાની ડીસ્ટ્રીક ચેર પર્સન કેરફોર સીનીયર સીટીઝન, અતિથિ વિશેષ : ડિમ્પલ શાહ,ટ્રસ્ટીશ્રી જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમ તથા સી.એ રમેશ નાગર પ્રેસિડેન્ટ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3સી,વર્ષાબેન શાહ ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન ફૂડ ફોર હંગર હાજર રહ્યા.સમગ્ર કાર્યક્રમના કોર્ડીનેટર લાયન ગિરીશ પટેલ, પબ્લિક રિલેશન ઓફિસર ગ્રીટર હાજર રહીને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું.ખૂબ જ મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સ્વજનો તથા લાયન્સ મેમ્બર્સ હાજર રહીને સમગ્ર ભક્તિમય કાર્યક્રમ માણ્યો. સિનિયર સિટીઝન હોમમાં રહેતા વડીલો આ કાર્યક્રમ માણી ભાવવિભોર થઈ ગયા હતા.

Related Posts