ના વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત જ્યોતિ મહિલા વિકાસ સંગઠન હડાળા દ્વારા યોજાયેલા પ્રેરણા પ્રવાસમાં હડાળાના મહિલા મંડળના ૫૨ બહેનોએ જોડાયા હતા.
સાવરકુંડલા સ્થિત મા – બાપનું ઘર – વૃધ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. માનસિક રીતે અસ્થિર ભાઈઓ અને બહેનોની સેવા કરે છે તેવા મનીષાબેને બહેનો સાથે સંવાદ કર્યો. સત્સંગ બાદ નાસ્તો કરતા બહેનોને રોજિંદા જીવનામાં ઉપયોગી એવી બાબતોની ચર્ચા અને વિચારણા કરવામાં આવી.
ખાસ કરીને સામાજિક ઘડતર અને ઘરેલુ બાબતમાં મહિલાઓને રહેવાની અને જીવવાની કળા અને બોધપાઠ મળી રહે તે માટે આ પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યો હતો.
સાસુ – વહુ, દેરાણી જેઠાણી સાથે દેખાદેખી ન રાખવા, ઘરમાં વડીલોના માનપાન જાળવવા, સહન શક્તિ, જતું કરવાની ભાવના, ભૂલ સ્વીકારતા શીખવું, માફી માંગતા શીખવું, મન મોટું રાખવું, પોતાના સિવાયનાઓને પણ માફી આપવી.
માનસિક તણાવમાં રહેતાં હોય તેવા તમામ માનસિક તણાવમાંથી બહાર આવી શકે અને સારી રીતે જીવન જીવી શકે તે માટે દરેક વ્યક્તિ પોતાના સ્તરે શું કરી શકાય તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન મનીષાદીદીએ આપ્યું હતું.
બહેનોએ સાવરકુંડલા બાદ બગદાણા, ભગુડા અને ઉંચા કોટડા સહિતની જગ્યાઓએ દર્શન કર્યા હતાં, તેમ બગસરાના વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના શ્રી દેવચંદભાઇ સાવલિયાએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.















Recent Comments