મહિસાગરના કડાણા ડેમમાં પાણીની આવક જાેવા મળી છે. કડાણા ડેમમાં પાણીની આવક ૩૪ હજાર ક્યુસેક થઈ રહી છે. કડાણા ડેમ ભયજનક સપાટીથી માત્ર ૪ ફૂટ દૂર છે. ડેમની હાલની સપાટી ૪૧૫.૪ ફૂટે પહોંચી છે. કડાણા ડેમની ભયજનક સપાટી ૪૧૯ ફૂટ છે. કડાણા ડેમ ૯૧ ટકા ભરાતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી રહી છે.
રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં ૩૪૦૦૦ ક્યુસેક પાણીની આવક થઈ છે. આઠ જિલ્લાની જીવા દોરી સમાન કડાણા ડેમ ૯૧% ભરાતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી છે. કડાણા ડેમની ભય જનક સપાટી ૪૧૯ ફૂટ જ્યારે હાલની સપાટી ૪૧૫ ફૂટ અને ૪ ઇંચ ઉપર પહોંચી છે. કડાણા ડેમ તેની ભય જનક સપાટીથી માત્ર ૪ ફૂટ દૂર છે. કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા બે પાવર યુનિટ દ્વારા વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.
કડાણા ડેમમાં ૧૦,૨૦૦ ક્યુસેક જેટલું પાણી વીજળી ઉત્પાદન માટે પાવર હાઉસ કાર્યરત કરવામાં આવ્યું છે. કડાણા ડેમની વધતી જળ સપાટીને ધ્યાને લઈ ડેમ પ્રશાસન દ્વારા પાણી છોડાય તેવી શક્યતા છે. મહિસાગર તેમજ આસપાસના વિસ્તારોમાં ગત રાત્રીથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે થઈ છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કડાણા ડેમની ભયજનક સપાટી ૪૧૯ ફૂટ પહોંચી

















Recent Comments