દિવસે ને દિવસે રાજ્ય અને સમગ્ર દેશમાં વાહનો ની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે આપના રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યા 2.68 કરોડ છે અને આ પૈકી 46.57 લાખ એટલે કે 17.24 ટકા વાહનો હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) નંબર પ્લેટ વગર જ રસ્તામાં ફરી રહ્યા છે.
તે વાત પણ ધ્યાને લેવા જેવી છે કે, દેશના જે રાજ્યમાં સૌથી વધુ વાહનો એચએસઆરપી વગર ફરતા હોય તેવા મોટા રાજ્યોમાંથી આંધ્ર પ્રદેશ 88.80 ટકા સાથે મોખરે છે. આંધ્ર પ્રદેશમાં કુલ વાહનોની સંખ્યા 1.84 કરોડ છે અને તેમાંથી 1.84 કરોડ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ જ નથી. આ સિવાય કેરળમાં 74.55 ટકા, મઘ્ય પ્રદેશમાં 73.24 ટકા, તામિલનાડુમાં 68.70 ટકા, મહારાષ્ટ્રમાં 53.95 ટકા, દિલ્હીમાં 53.59 ટકા, ઉત્તર પ્રદેશમાં 44.77 ટકા વાહનો એચએસઆરપી નંબર પ્લેટ વગર ફરે છે.
એચએસઆરપી નંબર પ્લેટ સરેરાશ સૌથી વધુ વાહનોમાં હોય તેમાં જમ્મુ કાશ્મીર 6 ટકા સાથે મોખરે છે. સમગ્ર દેશમાં સરેરાશ 49.69 ટકા વાહનો એચએસઆરપી નંબર પ્લેટ વગર ફરી રહ્યા છે. સૌથી વધુ નોંધાયેલા વાહનોની સંખ્યામાં ઉત્તર પ્રદેશ 5.18 કરોડ સાથે મોખરે અને ગુજરાત પાંચમાં સ્થાને છે.
Recent Comments