અમરેલી

અમરેલી નગરપાલિકા દ્વારા ”સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાન અંતર્ગત જનજાગૃત્તિ રેલી યોજાઈ

અમરેલી નગરપાલિકા દ્વારા ”સ્વચ્છતા હી સેવા- ૨૦૨૫ ” અભિયાનનો ગતરોજ ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ અભિયાનની થીમ મુજબ ”સ્વચ્છોત્સવ‘’ને કેન્દ્રમાં રાખી નગરપાલિકા વિસ્તારમાં ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ્સ, બ્લેક સ્પોટ, જાહેર બજાર, જાહેર રોડ રસ્તા, રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે ઉપરાંત સ્વચ્છતા લક્ષિક એકમો (CTU) અને બ્લેક સ્પોટની સાફ-સફાઈ ઝુંબેશનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

”સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાન અંતર્ગત શહેરમાં નાગનાથ ચોક, રાજકમલ ચોક, ટાવર રોડ, લાયબ્રેરી રોડ સહિતના વિસ્તારમાં જનજાગૃત્તિ રેલી યોજાઈ હતી. રેલીમાં શાળાના બાળકો પણ જોડાયા હતા. શાળાના બાળકોએ અમરેલી સ્થિત એસ.ટી બસ સ્ટેશન ખાતે નાટકના માધ્યમથી લોકોને જનજાગૃત્ત કર્યા હતા.

”સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાન અંતર્ગત બાળકોને કચરાના યોગ્ય નિકાલ અને તેનું વ્યવસ્થાપન, કચરા સંબંધિત રીડ્યુસ, રી-યુઝ, રી-સાયકલ સિદ્ધાંતો, સ્વચ્છતાલક્ષી આદતો સહિતની બાબતે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અમરેલી નગરપાલિકા દ્વારા ”સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ ” અભિયાન અંતર્ગત આયોજિત જનજાગૃત્તિ રેલીમાં નગરપાલિકાના પ્રમુખશ્રી બિપીનભાઈ લીંબાણી, સભ્યશ્રી હરિભાઈ કાબરીયા, શ્રી અમીનભાઈ હોત, શ્રી તુલશીભાઈ મકવાણા ઉપરાંત નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. 

Related Posts