વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ૧ અબજથી વધુ લોકો માનસિક સ્વાસ્થ્ય
વિકૃતિઓ સાથે જીવી રહ્યા છે, જેમાં ચિંતા અને હતાશા જેવી પરિસ્થિતિઓને કારણે માનવ અને આર્થિક રીતે ભારે નુકસાન થઈ રહ્યું છે. આ
ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભાવનગર જિલ્લા વહીવટીતંત્રે બાળકોના માનસિક સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને એક અદ્ભુત
અને સંવેદનશીલ પહેલ “મિશન બાલમન” શરૂ કરી છે.
કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલની સૂચના, દીર્ઘ દ્રષ્ટિ અને પ્રેરણા હેઠળ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીના નેતૃત્વ હેઠળ
બાળકોમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને સમસ્યાઓનું નિવારણ કરવા માટે “મિશન બાલમન” (“Mission Balman”) કાર્યક્રમ
નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં એક શાળામાં આવાજ એક હતાશ અને નિરાશ બાળકને યોગ્ય
સમયે માર્ગદર્શન મળતા તેનો જીવ બચાવી શકાયો.
એક બાળક કે જે ધોરણ ૧ થી માતા-પિતાના છુટાછેડા થવાને કારણે તે પિતા સાથે રહેતો હતો ભાય-બહેન પણ ન હતા આથી તે
એકલતા અનુભવતો હતો. એક પિતા તરીકે બધીજ ફરજ બજાવી પરંતુ ધંધાને કારણે ઘણી વખત બહાર જવાનું થતું હતું. આથી છેલ્લા ચાર
મહિનાથી બાળકની માનસીક સ્થીતી ખુબજ ખરાબ હતી અને પોતાની આત્મહત્યાના વિચારો વિશે આ બાળક કાગળ પર લખીને “મુઝે ભી કુછ
કહના હૈ” બોક્સ માં રાખ્યો હતો. આથી બાળક અને પિતાનું પર્સનલ કાઉન્સીલીંગ સાઇકીયાટ્રીસ્ટ ડો.ડી.એફ.ગોહિલ અને એડોલેસન્ટ
સાઇકોલોજિસ્ટ ડૉ. રીચા બંસલ, ડૉ. માનસંગ ડોડીયા તેમજ અન્ય આર.બી.એસ.કે. તબીબોના સંકલન અને ડો. રીચા બંસલના વ્યક્તિગત
રસથી બાળક અને પિતાનું પર્સનલ કાઉન્સીલીંગ કરવામાં આવ્યું અને જરૂરી સારવાર તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી તેના
અભ્યાસમાં ધ્યાન આપી બાળકનું ભવિષ્ય ઉજવળ બનાવી શકાય. મિશન બાલમન થકી આવા અનેક બાળકોની જીંદગી બચાવી શકાય તેમ છે.



















Recent Comments