અમરેલી

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની મહેનત રંગ લાવી! મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂપિયા ૫૮.૦૭ કરોડના વિકાસ કાર્યો મંજૂર.

ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના સઘન પ્રયાસોને પરિણામે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામો માટે રૂપિયા ૫૮.૦૭ કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રાન્ટ મંજૂર થવાથી બંને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ અને માળખાકીય સુવિધાઓનો કાયાકલ્પ થશે.

આ યોજના હેઠળ, સાવરકુંડલાના ૩૮ ગામો સાવરકુંડલા  શહેર, આંકોલડા, મેકડા, વિજયાનગર, દોલતી,ભમર, બોઘરયાળી વાશીયાળી,મેવાસા,ભેન્કરા,નાની વડાળ,ભોંકરવા,ઘોબા,મોટા ભમોદ્રા,આંબરડી,પીઠવડી,

ઘાંડલા,વણોટ,જીરા,નાના ભમોદ્રા,ફીફાદ,મોલડી,વિઠલપુર,ખડકાળા,જીરા,વંડા,જેજાદ,ઠવી,ધાર,પીપરડી,અભરામપરા,કરજાળા,સીમરણ,બાઢડા,નવી આંબરડી,ખોડીયાણા,ધજ્ડી,ગાધકડા, અને લીલીયાના ૯ ગામો સલડી, વાઘણીયા, બોડીયા, ભેંસવડી, પુંજાપાદર, આંબા,મોટા લીલીયા,હરીપર,નાના રાજકોટ ને આવરી લેતા રસ્તાઓ અને નવા બ્રિજનું નિર્માણ થશે. આ કાર્યોનું આયોજન આગામી ૩૦ વર્ષના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લાંબાગાળે ગ્રામીણ કનેક્ટિવિટી જાળવી રાખવાનો છે.નવા મંજૂર થયેલા કામોમાં ૩૩ નવા સ્ટ્રક્ચર (માઈનોર બ્રિજ, એપ્રોચ અને પ્રોટેક્શન વોલ, વેન્ટેડ કોઝવે, બોક્સ કલવર્ટ) નો સમાવેશ થાય છે. આ નવા સ્ટ્રક્ચરના નિર્માણથી ચોમાસા દરમિયાન ગામોની કનેક્ટિવિટી અટકશે નહીં અને નાગરિકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે. આ ખાસ આયોજન ચોમાસાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેથી પૂર કે વરસાદના કારણે રસ્તાઓ બંધ ન થાય. આ ગ્રાન્ટ અમારા વિસ્તારના લોકોની સુખાકારી અને વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે. સરકાર ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે કટિબદ્ધ છે અને આ યોજના તેનો ઉત્તમ દાખલો છે.”

આ વિકાસ કાર્યોની મંજૂરીથી સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે અને આશા છે કે આ કામો ઝડપથી પૂર્ણ થશે, જેનાથી આ વિસ્તારના લોકોના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન આવશે.. ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે સાવરકુંડલા અને લીલીયાના વિકાસ માટે આટલી મોટી ગ્રાન્ટ મંજૂર કરી છે.

Related Posts