હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંના એક એવા દિવાળીના પાવન અવસર પર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે. દિવાળીના તહેવારોની રજાઓ શરૂ થતાં જ મા મહાકાળીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.ન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંના એક એવા દિવાળીના પાવન અવસર પર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે. દિવાળીના તહેવારોની રજાઓ શરૂ થતાં જ મા મહાકાળીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન દર્શનાર્થીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. માત્ર ગણતરીના દિવસોમાં જ માતાજીના દર્શન કરવા માટે એક લાખથી વધુ ભક્તો પાવાગઢની મુલાકાત લીધી છે.દિવાળીનો તહેવાર એ પરિવાર સાથે નવા વર્ષની શરૂઆત કરવાનો અને ધાર્મિક સ્થળોના દર્શન કરીને આશીર્વાદ મેળવવાનો ઉત્તમ સમય ગણાય છે. આ જ ધાર્મિક ભાવના સાથે મોટી સંખ્યામાં ભક્તો તેમના પરિવારજનો સાથે મહાકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પધાર્યા છે. માતાજીના મંદિરે પહોંચવા માટે ભક્તોએ લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું હતું. છતાં તેમના ચહેરા પર માના દર્શનનો અનેરો ઉત્સાહ સ્પષ્ટપણે દેખાતો હતો.માતાજીના નવનિર્મિત અને ભવ્ય સ્વરૂપના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. યાત્રાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ ભક્તો સરળતાથી અને સુરક્ષિત રીતે દર્શન કરી શકે. દિવાળીના આ શુભ પર્વ પર મા મહાકાળીના આશીર્વાદ લેવા માટે હજી પણ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે.
પાવાગઢમાં દિવાળીના પાવન અવસરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું


















Recent Comments