અમરેલી

અમરેલી ખાતે તા.૧૯ નવેમ્બરે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ શીતલ કુલ પ્રોડક્ટસ લિ.અમરેલી માટે  ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ ૧૦ થી સ્નાતક સુધીની (૦૧ થી ૦૨ વર્ષનો અનુભવ) શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતીમેળાનું તા.૧૯.૧૧.૨૦૨૫ના રોજ સવારે ૦૯ વાગ્યે અમરેલીમાં શીતલ કુલ પ્રોડક્ટસ લિમિટેડ, પ્લોટ નં. ૭૫ થી ૮૧, જી.આઈ.ડી.સી એસ્ટેટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવાની રહેશે, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts