સાવરકુંડલા રાજુલા રોડ ઉપર થોરડી ગામની બાજુમાં હાઈસ્કૂલ સામે બે સ્પીડબ્રેકર ગેરકાયદે બનાવેલા છે. નીતિ નિયમ વિનાના બનાવેલ સ્પીડ બ્રેકર લોકોની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે. અનેક મોટરસાયકલ અહીં પલટી ખાય છે. ફોર વ્હીલવાળાને નુક્સાન
થાય છે. નિયમ પ્રમાણે સફેદ કલરના પટ્ટા મારેલ નથી. કોઈ ચેતવણી ચિન્હ નથી. અહીં સ્પીડ બ્રેકર મૂકવા હોય તો પણ નિયમ મુજબ બનાવે તેવું લોકોની માંગણી છે. અચાનક આવી જતા સ્પીડ બ્રેકરના કારણે ગઈકાલે અહીં એક કારનો આગળનો ગુટકો તૂટી ગયેલ હતો.


















Recent Comments