ભાવનગર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા તળાજાના હબુકડ ક્લસ્ટરના નેસીયા ગામે વિલિંગ ફાર્મર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ૯૫ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
તાલીમ કાર્યક્રમ દરમિયાન ટીમાણા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટ ,ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માસ્ટર ટ્રેનર મહેન્દ્રભાઈ કવાડ, TPM મેહુલભાઈ સંઘાણી,ખેતી મદદનીશ શ્રી વિશાલ મકવાણા,પીડીલાઈટ સંસ્થામાંથી જયરાજસિંહ પરમાર, શ્રી જયેશભાઈ, ગ્રામસેવક અશ્વિનભાઈ પંડ્યાએ પ્રાકૃતિક પ્રાકૃતિક કૃષિનું મહત્વ, પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો,પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું મહત્વ તથા મિશ્ર/આંતરપાકોની અગત્યતા બાબતે ખેડૂતોને અવગત કરાવવામાં આવ્યા હતા.વધુમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં આવતી મુશ્કેલીઓ-સમાધાન-ઉકેલ વિષે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
તાલીમબાદ ઉપસ્થિત સૌઐ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનાં શપથ લીધા હતાં.


















Recent Comments