ભાવનગર

iORA પોર્ટલથી નાગરિકલક્ષી સુવિધાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શી થઈ

રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેક જનહિતકારી નિર્ણયો લેવામાં આવ્યાં
છે. એમાનો એક નિર્ણય એટલે મહેસૂલી સુધારાઓ, આ સુધારાથી નાગરિકલક્ષી સેવાઓ વધુ ઝડપી, સરળ
અને પારદર્શક થઈ છે.
ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવવા માટેની પ્રક્રિયામાં સરળીકરણ લાવવા તેમજ કાર્યવાહી
ઝડપી કરવાં માટે iora.gujarat.gov.in પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. બિનખેતી કરી આપવા માટે
ઓનલાઈન પોર્ટલ શરૂ થયાં બાદ ભાવનગર જિલ્લામાં આજદિન સુધી બિનખેતી પરવાનગી મળવા અંગે
વિવિધ કલમ હેઠળ કુલ- ૬,૪૦૨ જેટલી અરજીઓ પર પ્રોસેસ કરવામાં આવી છે. આમ‌ ૭/૧૨, વારસાઈ
નોંધ, બિનખેતીની પરવાનગી અને જમીન માપણી જેવી ૩૬ થી પણ વધુ મહેસૂલી સેવાઓનો લાભ iORA
પોર્ટલ દ્વારા ઘેરબેઠાં લઈ શકાય છે.
iORA પોર્ટલની મુખ્ય વિશેષતાઓ અને સેવાઓ: આ પોર્ટલ પર 36 થી વધુ મહેસૂલી સેવાઓ ઉપલબ્ધ
મુખ્ય સેવાઓ:
બિનખેતી (NA) ની પરવાનગી:

 જમીનને બિનખેતીમાં ફેરવવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન કરી શકાય છે.
 જમીન માપણી (મોજણી): જમીન માપણી માટેની અરજી ઘરે બેઠા કરી શકાય છે.

વારસાઈ નોંધ:
 જમીનમાં વારસદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા.
 ડિજિટલી સાઇન્ડ RoR (7/12 અને 8-અ): ડિજિટલ સહીવાળા અધિકાર પત્રકો મેળવી શકાય છે.

 .ઇન્ડેક્સ-2 (Index-2): મિલકત નોંધણી પછીની અનુક્રમણિકા નંબર-2 ની નકલ ઓનલાઇન ઉપલબ્ધ છે.
 પ્રીમિયમ ભરવાની મંજૂરી: નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે પ્રીમિયમ ભરવાની અરજી.

ફાયદા:

 પારદર્શિતા: વચેટિયાઓની જરૂરિયાત ઓછી થાય છે અને ભ્રષ્ટાચાર અટકે છે.
 સમયની બચત: કચેરીઓના ધક્કા ખાધા વગર ઝડપી સેવા મળે છે.
 ટ્રેકિંગ: અરજીની સ્થિતિ (Application Status) ઓનલાઇન જાણી શકાય છે.

અત્રે નોંધનીય છે કે, ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા માટે પહેલાં ઓફલાઇન પ્રક્રિયા થતી હતી.
બિનખેતી પરવાનગી આપવા માટે અરજી રજૂ થયાથી દિન-૯૦ ની સમયમર્યાદા નક્કી કરવામાં આવેલ
હતી. પરંતુ, ખેતીની જમીનની બિનખેતી આપવા અંગેની ઓફલાઇન પ્રક્રિયા માટે અલગ-અલગ ૧૬ (સોળ)
કચેરીઓના અભિપ્રાયો/એન.ઓ.સી. મંગાવવામાં આવતાં હતા, તેથી સમયમર્યાદામાં બિનખેતી પરવાનગી
આપવા માટે સમયનો વ્યય થતો હતો અને સમયમર્યાદામાં બિનખેતી પરવાનગી આપી શકાતી નહોતી.
પરંતુ iORA પોર્ટલ આવવાથી નાગરિકલક્ષી સેવાઓ વધુ ઝડપી અને પારદર્શી બની છે.

Related Posts