ગ્રામ પંચાયત વિસ્તારમાં બિનખેતી થયા વિના અને આકારણીમાં નોંધાયેલ બાંધકામ, સોસાયટીઓમાં પાકા રસ્તાઓની સુવિધાઓ આપવા અંગે અમોએ તાલુકા અને જિલ્લા કક્ષાએ વખતો વખત રજુઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ આપવામાં આવતું ન હોઈ જેના કારણે આવા વિસ્તારોના લોકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પીવાના પાણીની લાઈનો ગટર લાઈનો અને પાકા રસ્તાઓની સુવિધા અમો પંચાયત આ અસ્પષ્ટ બાબતના કારણે સુવિધા આપી શકતા નથી. ખરેખર આવા તમામ બાંધકામો જે કે બિનખેતી થયા વિના ગ્રામ્ય વિસ્તારોમાં સોસાયટી બંધાયેલ છે. તે ૨૦ થી ૪૦ વર્ષથી પંચાયતને વેરો નિયમ મુજબ ભરતા રહેલ હોય આવા વિસ્તારોને સરકારે નિર્ણય કરી બાંધકામ રેગ્યુલાઈઝ કરી રોડ રસ્તાની સુવિધાઓ આપવા માટે સત્વરે સરકારશ્રીએ નિર્ણય કરી અમોને આવા આઈસોલેટડે એરીયાને ભૌતિક સુવિધાઓ આપવા સત્વરે કાર્યવાહી કરવા આપ સાહેબને અરજ કરી હતી જે બાબતે માનનીય પંચાયત મંત્રી શ્રી દ્વારા એક કમિટી બનાવી કે જેમાં પાંચ અલગ અલગ વિસ્તારનાં ધારાસભ્ય શ્રી ઓ અને મંત્રી શ્રી ઓની સાથે વિસ્તૃત જાણકારી મેળવી તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ માટે સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય કરવા ખાત્રી આપી હતી સરકાર દ્વારા અમારી રજુઆત મુજબ નિર્ણય થતાં રાજયભરની ગ્રામ પંચાયતના આઈસોલેટેડ એરીયા નિયમબધ્ધ થતાં ભૌતિક સુવિધાઓ જેવી કે પાણીની પાઈપ લાઈન. ડ્રેનેજ લાઈન. સ્ટ્રીટ લાઈટ સેવા અને પાકા રસ્તા ની સુવિધા ઉપલબ્ધ કરી શકાશે અને ગામતળ વિસ્તાર વ્યાપ વધારવા માટે ખુબ આવકાર્ય સરકાર શ્રી તરફથી ઐતિહાસિક પગલું ગણાશે આભાર

સરપંચ શ્રીમતી ભાવનાબેન નાથાલાલ સુખડીયા


















Recent Comments