અમરેલી

અમરેલી જિલ્લાના બાગાયતદારો માટે મહત્વપૂર્વ જાહેરાત, બાગાયતની પ્રોત્સાહક યોજનામાં પૂર્વમંજૂરી મેળવનારા ખેડૂતોએ નિયત સમયમર્યાદામાં દસ્તાવેજો રજૂ કરવા

અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અંતર્ગત મલ્ચીંગઆંબા તથા જામફળ પાકની ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમફળપાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટિરિયલમાં સહાયસરગવાની ખેતીમાં સહાયતેમજ કાચા મંડપઅર્ધપાકા મંડપ અને પાકા મંડપ માટે સહાયશાકભાજી પાકોમાં હાઈબ્રીડ બિયારણવોટર સોલ્યુબલ ખાતર વગેરે જેવા વિવિધ ઘટકો માટે પૂર્વમંજુરી આપવામાં આવી છે.

આથીજે ખેડૂતોને ઉપરોક્ત યોજનાઓ અંતર્ગત પૂર્વમંજુરી પ્રાપ્ત થઈ હોયતેમણે મોડામાં મોડા તા. ૨૦.૦૧.૨૦૨૬ સુધીમાં સંબંધિત ખરીદી કે વાવેતર કામગીરી પૂર્ણ કરીને તેના બિલો તથા જરૂરી સાધનિક/આધાર દસ્તાવેજો સરકારશ્રીના i-Khedut પોર્ટલ (http://ikhedut.gujarat.gov.inના માધ્યમથી સમયમર્યાદામાં ઑનલાઈન અપલોડ કરવા ફરજિયાત રહેશે.

આ સાથે અપલોડ કરેલ દસ્તાવેજોની હાર્ડ કોપી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી”, સરદાર ચોકચક્કરગઢ રોડઅમરેલીખાતે નિર્ધારિત સમયમર્યાદામાં બિનચૂક જમા કરાવવાની રહેશે. નક્કી કરેલી સમયમર્યાદા બાદ રજૂ કરવામાં આવેલી કોઈપણ અરજીઓ અથવા કલેઇમ સ્વીકારવામાં આવશે નહીં. જેની તમામ સંબંધિત બાગાયતદાર ખેડૂત મિત્રોએ નોંધ લેવા નાયબ બાગાયત નિયામકશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts