અમરેલી

અમરેલી જિલ્લા લેઉવા પટેલ પરીવાર નું રાજકોટ રવિવારે સ્નેહ મિલન યોજાશે. “મોટી વેશનલ સ્પીકર શૌલેષભાઈ સગપરીયા” ની ઉપસ્થિતિ માં કેળવણી વિષયક માર્ગદર્શન

અમરેલી જિલ્લા લેઉવા પટેલ પરીવાર-રાજકોટ રવિવારે સ્નેહ મિલન યોજાશે રાજકોટમાં રહેતા અમરેલી જિલ્લા લેઉવા પટેલ પરીવારજનોનો તા. ૧૧/૦૧/૨૦૨૬ ને રવિવારે સાંજે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે રાજકોટના શનેશ્વર પાર્ટી પ્લોટ, મવડી પાળ રોડ ખાતે સ્નેહમિલન, મહાનુભાવો તથા વિદ્યાર્થી સન્માન સમારોહ સહીતના કાર્યક્રમોનું આયોજનઅમરેલી જીલ્લાના રાજકોટમાં વસ્તા લેઉવા પટેલ સમાજને એક તાંતણે જોડવા માટે “અમરેલી જીલ્લા લેઉવા પટેલ પરિવાર-રાજકોટ’ દ્વારા ભવ્ય સ્નેહમિલન, મહાનુભાવોનું સન્માન તથા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો મૂળ હેતુ વતનની માટીની સુગંધ સાથે કર્મભુમિ રાજકોટમાં સૌને એક મંચ પર લાવી, સંગઠન, સ્નેહ અને સહઅસ્તિત્વની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. આ કાર્યક્રમ તા. ૧૧/૦૧/૨૦૨૬ ને રવિવાર સાંજે ૩:૩૦ કલાકે શનેશ્વર પાર્ટી પ્લોટ, મવડી પાળ રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં દિપ પ્રાગટય બાદ સાંસ્કૃતિ કાર્યક્રમ મહેમાનોનું સન્માન, આપણા સમાજના ગૌરવ સમાન વિશિષ્ટ મહાનુભાવોનો સન્માન અને શિક્ષણ ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો બહુમાન કરવામાં આવશે. તેમજ વડીલોના આર્શીવચન સાથે નવી પેઢી સુધી સંસ્કાર, સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાથી વારસાગાથા પહોંચાડવાનો પ્રયાસ રહેશે. તેમજ પેરણાદાયી પ્રવચન કાર્યક્રમમાં જાણીતા Motivational Speaker, લેખક તેમજ ગુજરાત સરકારના પૂર્વ કલાસ-૧ અધિકાર શ્રી શૌલેષભાઈ સગપરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તથા આ એનકરીંગ પ્રખ્યાત વકતા હાર્દિક સોરઠીયા દ્વારા કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ શ્રી ચીમનભાઈ હપાણી, શ્રી ચતુરભાઈ સોરઠીયા, શ્રી શિવલાલભાઈ ભંડેરી, શ્રી ધીરૂભાઈ દુધાત, શ્રી પ્રતાપભાઈ વસાણી, શ્રી જી.એમ. માંગરોળીયા તથા ખ્યાતનામ ધારા શાસ્ત્રી શ્રી દીલીપભાઈ પટેલ, વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ શ્રી કૌશીકભાઈ સરધારા, રાજકોટ વકીલ મંડળના પ્રમુખ શ્રી સુમિતભાઈ વોરા, વેપારી અગ્રણી શ્રી ગુણવંતભાઈ પાનસુરીયા, શ્રી મનીષભાઈ નાકરાણી, શ્રી ધર્મેશભાઈ કાપડીયા વિગેરે પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ આ કાર્યક્રમમાં યુવાનોને વ્યક્તિત્વ નિર્માણ, સંઘર્ષ શકિત અને સમાજ પ્રત્યેની જવાબદારી અંગે પેરણાદાયી વાતો સાંભળવાનો સોનેરી અવસર મળશે. તેમજ આ કાર્યક્રમ થકી સંગઠન અને એકતાનો સંદેશ આ સ્નેહમિલન માત્ર મળવાનો નહીં પરંતુ સંગઠન શકિતને પ્રગટ કરતો અનોખો ઉપક્રમ છે, જેમાં રાજકોટમાં વસતા અમરેલી જીલ્લાના લેઉવા પટેલ પરિવારના તમામ ભાઈ-બહેનોને એક પરિવાર તરીકે જોડાવાનો પ્રયત્ન છે. તેમજ સમાજ મુશ્કેલ સમયમાં “એક માટે બધા અને બધા માટે એક” એવો સહકારનો સંદેશ જીવંત રાખવાનો સંકલ્પ છે. તથા શિક્ષિત, સંસ્કારી અને સંઘટીત સમાજની દિશામાં સામુહીક યાત્રા કરવાનો સંદેશ છે. તેમજ આ અખબાર યાદીથી સમગ્ર અમરેલી જીલ્લાના લેઉવા પટેલ પરીવારજનોના લોકોને નિમંત્રણ આપી સહપરિવાર ઉપસ્થિત રહી, મહાનુભાવો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આર્શીવાદ આપવા, પોતાના વતન-કર્મભુમિ સાથેના નાતાને વધુ ગાઢ બનાવવા અને સમાજની એકતાને નવા ઉંચાઈએ પહોંચાડતા આ “એકતાના ઉત્સવ” ને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા લેઉવા પટેલ પરીવર તમામ ૫૮ કમીટી મેમ્બર્સ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે

Related Posts