અમરેલી જિલ્લાના ઈશ્વરીયા મુકામે રૂ. ૮.૫ કરોડના ખર્ચે GETCO દ્વારા નિર્માણ પામેલ ૬૬ કે.વી. વિદ્યુત સબસ્ટેશનનું લોકાર્પણ ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. નવા સબસ્ટેશનના કાર્યરંભથી આસપાસના કુલ ૦૪ ગામોના ૪,૮૦૦થી વધુ લોકોને વિક્ષેપ-રહિત તેમજ ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે. પરિણામે ઘરેલુ, કૃષિ તેમજ ઔદ્યોગિક વીજ વપરાશમાં સુધારો થશે અને વિસ્તારમાં વિકાસને વધુ વેગ મળશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવા સબસ્ટેશનથી અમરેલી જિલલ્લાના ઈશ્વરીયા, વરસડા, ગીરીયા તથા શહેર વિસ્તારને ગુણવત્તાયુક્ત તેમજ સાતત્યપૂર્ણ વીજ પૂરવઠો મળશે. આ સબસ્ટેશનમાંથી ૧૧ કે.વીના ૧૦ નવા ફીડરો ૧,૨૧૨ ગ્રાહકો લાભાન્વિત થશે. આ કનેક્શનોમાં ૪૪૫ રહેણાંક, ખેતીવાડી ૭૨૭, લાણિજ્યના ૩૯ અને ૦૧ ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે.
હાલમાં અમરેલી જિલ્લામાં કુલ ૯૨ સબસ્ટેશનો કાર્યાન્વિત છે. છેલ્લા પાંચ વર્ષમાં અમરેલી જિલ્લામાં ૧૬ નવા સબસ્ટેશન કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. આગામી બે નાણાકિય વર્ષ ૨૦૨૬-૨૭માં અમરેલી જિલ્લામાં નવા ૦૬ સબસ્ટેશન શરૂ કરવાનું આયોજન છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ વનરાજભાઈ કોઠીવાળ, મુકેશભાઈ બગડા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરીયા, અગ્રણીશ્રી પ્રવિણભાઈ માંગરોળીયા, પી.જી.વી.સી.એલના અધિક્ષક ઇજનેરશ્રી દહિયા, જેટકોના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

















Recent Comments