અમરેલી

અમરેલી જિલ્લાના ખાંભા ખાતે યોજાયેલ 77મા જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાગર મહેતા યોગ ગ્રૂપ દ્વારા “મેદસ્વીતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત આદીયોગી રિધમિક યોગ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું

અમરેલી જિલ્લાના ખાંભા ખાતે યોજાયેલ 77મા જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત  **ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાગર મહેતા યોગ ગ્રૂપ** દ્વારા “મેદસ્વીતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત આદીયોગી રિધમિક યોગ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.

આ યોગ પ્રસ્તુતિની વિશેષતા એ હતી કે તેમાં કુલ 16 બહેનો દ્વારા 5 વર્ષથી 65 વર્ષ સુધીની વયજૂથમાંથી ભાગ લેવામાં આવ્યો હતો. દેશભક્તિ ગીતોની સંગીતમય પૃષ્ઠભૂમિમાં બહેનો દ્વારા વિવિધ યોગાસનોનું સુમેળભર્યું અને શિસ્તબદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું, આ કાર્યક્રમમાં મંત્રીશ્રીજિલ્લા કલેક્ટરશ્રીજિલ્લા પોલીસ અધિક્ષકશ્રીડીડીઓશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટીમમાં ભાગ લેનાર સભ્યો:
સાગર મહેતા, રીટાબેન કાનાબર, ઇલાબેન જોબનપુત્રા, કવિતાબેન ચંદારાણા, શોભનાબેન પટેલ, રાધિકાબેન ગોલ, આશાબેન રૈયાણી, હીરવા રામાણી, અનિતાબેન રામાણી, પ્રિતીબેન સોની, પારુલબેન સાવલિયા, અલકાબેન ભીમાણી, ભારતીબેન, શિવાંશીબેન, આસ્થાબેન.

આ યોગ પ્રસ્તુતિ દ્વારા લોકોમાં મેદસ્વીતા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર તથા કેન્સર જેવા રોગોથી મુક્ત રહેવા અને યોગ દ્વારા નિરોગી જીવન જીવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી.

ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રચાયેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મુખ્ય હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધારવો, લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવો અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન તરફ દોરી જવાનો છે.

Related Posts