તળાજા નજીકના કુંઢેલી ગામે શિવ એજ્યુકેશન મંડળ કુંઢેલી-સુરત દ્વારા શિક્ષણમાં તેજસ્વી તારલાઓનું ઇનામું આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા પ્રોત્સાહક કાર્યક્રમ બાલવાટિકા થી લઈને ધોરણ આઠ સુધીના એક થી ત્રણ નંબર સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ ધોરણ 10 અને ધોરણ 12 ના આર્ટસ કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના એક થી ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલા કુંઢેલી ગામના તેજસ્વી વિધાર્થી ભાઈ બહેનોને ઈનામો આપી નવાજવામાં આવ્યા હતા.
શિવ એજ્યુકેશન મંડળ સુરતના અશોકભાઈ જેરામભાઈ ગોટી અને તેમના ગ્રુપ દ્વારા આર્થિક સહયોગ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.
આ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ તેજસ્વી બાળકોને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગામના વડીલ ગજુભા રાણા, એસએમસી અધ્યક્ષ હરુભા રાણા, લાલુભા રાણા તેમજ આચાર્ય જતીનભાઇ વ્યાસ, શિક્ષકો સંહિતના ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments