શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન’ જિલ્લા ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ અમરેલી દ્વારા રોડ સેફ્ટીની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. જેમાં જનજાગૃત્તિ વધારવાના પ્રયત્નો સામેલ છે.
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે રેડિયમ લગાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૬૦ જેટલા વાહનો જેમ કે, ટ્રેકટર, ટ્રેલર, છકડા સહિતના વાહનોને વિનામૂલ્યે સાઈડમાં પીળા તેમજ લાલ રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. જ્યારે ગામડાના રસ્તાઓમાંથી વાહન પસાર થાય છે ત્યારે ગામડામાં નાના રસ્તાઓમાં લાઈટ આવેલ ન હોય અને ટ્રેલર, છકડો, સનેડામાં પાછળની બાજુએ લાઈટ આવેલ ન હોય પાછળથી વધુ ઝડપથી આવતા વાહનોને આવા વાહનો ન દેખાતા હોય અકસ્માત સર્જાય છે. તથા અકસ્માતની ભીતિ રહે છે તેમ અમરેલી એ.આર.ટી.ઓ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Recent Comments