અમરેલી

ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષા – ૨૦૨૬, બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે અમરેલી જિલ્લાના આચાર્ય અને શિક્ષકોના નામ અને સંપર્ક નંબર જાહેર

આગામી ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬માં ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે. વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે મૂંઝવણ હોય તો તે અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓના નામ અને સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ૧૨ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૬ સુધી આ ટોલ ફ્રી હેલ્પલાઇન પર પરીક્ષાને લગતું માર્ગદર્શન સવારે ૧૧.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી પ્રાપ્ત કરી શકશે.

જિલ્લા કક્ષાએ માર્ગદર્શન માટે  ૧) શ્રી વિપુલભાઈ ભટ્ટ,  એલ.કે.બાબરીયા હામાપુર (બગસરા) મો. ૯૪૨૭૭ ૪૨૨૭૧ (૨) શ્રી કીરીટભાઈ જોટવા સુ. સા. હાઈસ્કૂલ (વડીયા) મો. ૯૮૯૮૪ ૬૭૯૯૯ (૩) શ્રી વી.બી.અગ્રાવત, પારેખ અને મહેતા હાઈસ્કૂલ (જાફરાબાદ) મો. ૯૪૨૬૯ ૮૫૭૩૫ (૪) શ્રી સોનલબેન મશરુ સનરાઈઝ હાઈસ્કૂલ સાવરકુંડલા મો. ૯૪૨૭૨ ૩૧૮૨૫  (૫) શ્રી પી.ડી.પટાટ જી.એન.દામાણી હાઈસ્કૂલ ધારી મો. ૯૮૨૫૭ ૩૬૫૫૦ (૬) શ્રી ધર્મેન્દ્રભાઈ કનાળા, જનતા વિદ્યાલય તાતણીયા ખાંભા મો. ૯૯૯૮૩ ૨૦૦૪૫ (૭) શ્રી હસમુખભાઈ કરડ, અમૃતબા વિદ્યાલય લીલીયા મો. ૯૪૨૮૮ ૩૬૮૩૬ (૮) શ્રી અનિલભાઈ પરમાર, સરકારી માધ્યમિક શાળા દેવકા રાજુલા મો. ૭૫૬૭૦ ૩૧૩૩૩ છે. વિદ્યાર્થીઓ આ નંબર પર કોલ કરીને માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે તેમ અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts