ગુજરાત

ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં આપી અન્યાય કેમ? : અમિત ચાવડા

·        ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં આપી અન્યાય કેમ? :અમિત ચાવડા

·        ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે : અમિત ચાવડા

·        નર્મદા ડેમની આસપાસના ગામોના લોકો જેમણે જમીનો આપી એજ પીવાના પાણી અને સિચાઈની સુવિધા થી વંચિત  છે : અમિત ચાવડા

·        SIR ની ફોર્મ ૭ ની ગેરરીતીમાં ભાજપ અને ચૂંટણી પંચની મીલીભગત ખુલ્લી પડી ગઈ છેઅમે એક પણ સાચા મતદારનો મતનો અધિકાર નહીં છીનવવા દઈએ : અમિત ચાવડા

·        ભરૂચઅંકલેશ્વર સહિત સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર૩૦ % કમિશન લેવાય છે : અમિત ચાવડા

·        ભાજપના નેતાઓ અને ભાગીદારો દ્વારા પાણીના ભાવે જમીનો ખરીદીખોટી રીતે NA કરાવીસરકારી પ્રોજેક્ટમાં ઉંચા ભાવે જમીન સંપાદન કરાવવાનું કરોડોનું કૌભાંડ ગુજરાતમાં ચાલે છે: અમિત ચાવડા

·        ડબલ એન્જીનની સરકારે ખેડુતો સાથે સહાય પેકેજના નામે મશ્કરી કરી :તુષાર ચૌધરી

ગુજરાતમાં જન આક્રોશ યાત્રાના આજે ૩જા ફેજના નવમાં દિવસે દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલ યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ  આજે  સવારે 9:00 વાગે અંકલેશ્વરથી પ્રસ્થાન કરીને પરિમન, ભરૂચ સિટી, પંચ ભટ્ટી સર્કલ, મહંમદપુરા સર્કલ, બાયપાસ, કંઠારીયા, દેરોલ, દયાદરા, ત્રાલસા, કોઠી, હિગળા, નબીપૂર, મુલદ, ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા, તવડી, પ્રતાપનગર, કાકડવા, ખોજલવાસા, ડુમચાગમ, અમલેઠા, તારોપા, ઢોલર, વીરપોર, રાણીપુરા, ભાગરવાડી, રાજપીપળા પહોંચી હતી. જન આક્રોશ યાત્રાના દક્ષિણ ગુજરાતમાં નવમાં દિવસે વિવિધ વિસ્તારમાં ઉત્સાહભેર યાત્રાનું સ્વાગત કર્યું હતું. યાત્રા દરમિયાન બાઈક રેલી તથા સ્થાનિક લોકો સાથે સંવાદ કરી વ્યથા અને વેદના સાંભળી હતી.

ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો ન આપવાનો સરકારનો નિર્ણય ભરૂચ પ્રત્યેનો અન્યાય અને ભેદભાવ દર્શાવે છે. વસ્તી, ઔદ્યોગિક વિકાસ, આવક અને શહેરી સુવિધાઓ જેવા તમામ માપદંડો પૂર્ણ કરવા છતાં ભરૂચ નગરપાલિકા સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ગરીબોને ઘર આપવાની યોજનાને ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચારનું સાધન બનાવી દિધું છે. સાચા લાભાર્થીઓ ભટકી રહ્યા છે, જ્યારે રાજકીય ઓળખ અને લાંચના આધારે અયોગ્ય લોકોને લાભ અપાઈ રહ્યો છે. સરકારની બેદરકારી અને તંત્રની મિલીભગતના કારણે ગરીબોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. નર્મદા ડેમ માટે પોતાની જમીનો આપનાર આસપાસના ગામોના લોકો આજે પણ પીવાના પાણી અને સિંચાઈ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે.ખેડુતોના ખેતરમાં નર્મદા નદીના પાણી આવી જતા પાકા ખરાબ થઈ જાય છે. જ્યારે નદી કાંઠેના ગામડામાં પાણી ભરાઈ જતા જન જીવન ખોરવાઈ જાય છે. આ ઉપરાંત ઉનાળાના સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. ભાજપ સરકારે ડેમની આજુ બાજુ રહેતા લોકો માટે આપેલા વચન હજી સુધી પૂરા કર્યા નથી.

SIRની ફોર્મ-૭ની ગેરરીતીમાં ભાજપ અને ચૂંટણી પંચની મીલી ભાગીદારી ખુલ્લેઆમ સામે આવી છે. સરકાર અને તંત્રની આ મનમાની લોકોને મતદાનના હકથી વંચિત કરવાનો પ્રયત્ન છે. બાબાસાહેબે લોકોને આપેલા મત અધિકારને ભાજપની ડબલ એન્જિનની સરકાર છીનવી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને રાજ્યની અન્ય નગરપાલિકાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નગરપાલિકામાં કોઈપણ કામ માટે ૩૦% કમિશન લેવામાં આવે છે. આ કમિશનના કારણે કામ ગુણવતાયુક્ત બનતા નથી. ભ્રષ્ટાચારના કારણે શહેરના વિકાસ અને નાગરિકોના હિત માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. અનેક વિકાસ પ્રોજેક્ટ અને શહેરી સુવિધાઓમાં કમિશન, વ્યવહારો, ફાળવણીમાં ગેરરીતી થાય છે. ભાજપના નેતાઓ અને તેમના ભાગીદારો જાગૃત નાગરિકોની જમીનો સસ્તા ભાવે ખરીદે છે, એજ જમીનો ખોટી રીતે નેશનલ એગ્રિમેન્ટ (NA) કરાવી દેવામાં આવે છે, અને ત્યારબાદ સરકારી પ્રોજેક્ટમાં ઉંચા ભાવે જમીન સંપાદન કરાવવાનું કરોડોનું કૌભાંડ ચાલી રહ્યું છે. સામાન્ય નાગરિકોના હિત અને રાજ્યના વિકાસને આ કૃત્ય નુકસાન પહોંચાડનાર છે. આવું ષડયંત્ર કરનાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.

ભરૂચ શહેરમાં શ્રી અમિત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા કહ્યું હતું કે, ભરૂચ નગરપાલિકા સાથે  ભારતીય જનતા પાર્ટીની સરકાર ભેદભાવ કરી રહી છે. ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલ એરિયાનું હબ હોવા છતા ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતી. ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવાય છે, પણ ભાજપના નેતાઓના દબાણ પર કાકરી પણ હલતી નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં  કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રોડ બન્યાના ત્રીજા દિવસમાં રોડના પોપડા ઉખડવાના ચાલુ થઈ ગયા હતા. ભાજપનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી રહ્યો છે. ભ્રષ્ટાચાર, ગેરવ્યવહાર, તાનાશાહી, ભેદભાવનું શાસનની સામે ભરૂચ જીલ્લાની જનતા ભેગી થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યી છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જીનની સરકારે ખેડુતો સાથે સહાય પેકેજના નામે ખુલ્લી મશ્કરી કરી રહી છે. કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે પાક નિષ્ફળ જવાની આફત આવે છે, ત્યારે સરકાર દ્વારા મોટા ઉપાડે કરોડો રૂપિયાના ‘સહાય પેકેજ’ની જાહેરાતો તો કરવામાં આવે છે. હેક્ટર દીઠ જે વળતર નક્કી કરવામાં આવે છે, તે ખેતીના ખર્ચ જેમ કે બિયારણ અને ખાતરના વધતા ભાવોની સરખામણીએ સાવ નજીવું હોય છે. સહાય મેળવવા માટેના કડક નિયમો, સર્વેની ગોકળગાય ગતિ અને ઓનલાઇન પોર્ટલની આંટીઘૂંટીમાં સામાન્ય ખેડૂત અટવાઈ જાય છે. ખેડૂતને ખરેખર જરૂર હોય ત્યારે વળતરના નામે સરકાર હાથ ઊંચા કરી દે છે. સરકાર ખેડૂતોના આંસુ લૂછવાને બદલે સહાયના નામે મશ્કરી કરી રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી, શ્રી બી.વી. શ્રી નિવાસજી, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ, કરશનદસ બાપુ ભાદરકા, મુમતાઝબેન પટેલ, ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેન્દ્ર સિંહ રાણા, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણા, શ્રી મનહરભાઈ પટેલ, શ્રી શેરખાન પઠાણ  સહિત મોટી સંખ્યામાં લોકો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts