અમરેલી

કમાણી સાયન્સ અને પ્રતાપ્રાય આર્ટસ કોલેજમાં કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા” વિષય પરિસંવાદ યોજાયો

અમરેલી: કમાણી સાયન્સ અને પ્રતાપ્રાય આર્ટસ કોલેજ – અમરેલી અને રાજ્ય સરકાર ના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સંસ્થાપિત કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ – અમરેલીના સંયુક્ત ઉપક્રમે આજરોજ “સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા” પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈ .સી.મેમ્બર અને ભા.જ.પ. જિલ્લા ઉપપ્રમુખ દિપકભાઈ વઘાસિયા અને ભા.જ.પ. મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અલકાબેન ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા.માન. મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના અંગત મદદનીશ શ્રી ભાવેશભાઇ ભાલીયા ઍ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. દિપકભાઈ વઘાસિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.  ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત  પ્રિ.ડો.એ.જે. ચંદ્રાવાડિયાએ કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડો. કનુભાઈ કરકરે ખુબજ રસપ્રદ શૈલીમાં ગીતાના શ્લોકોનું પઠન કરી એકદમ તળપદી કાઠિયાવાડી ભાષામાં ભાષાંતર કરી કોલેજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને સમજણ આપી હતી. ઉપરાંત  જીવનમાં ભગવદ્દ ગીતાનુ મહત્વ સમજાવ્યું હતુ. તેમના વક્તવ્ય બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. પ્રશ્નોતરી દરમ્યાન વિધાર્થી ભાઈ – બહેનોના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા બદલ શાળાના તમામ કર્મચારીઓનો ટ્રસ્ટ વતી મનીષભાઇ સિદ્ધાપરા અને પ્રા.જે.એમ.તળાવિયાઍ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત અધ્યાપક વિજયભાઈ દવેએ કર્યું હતું.

Related Posts