અમરેલી: શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થયું હતું. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે દેશમાં વધતા જતા સ્ટ્રેસ, એન્ગ્ઝાઈટી, ડિપ્રેશન અને તેને લીધે વધતા આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે સમગ્ર દેશમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અન્વયે આજરોજ અભિયાન સેવા ટ્રસ્ટ અને શાંતાબા જનરલ સિવીલ હોસ્પિટલ અમરેલી, જિલ્લા NCD સેલ દ્વારા નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવેલ હતો. જેમાં કે. કે. પારેખ કોમર્સ કોલેજ અમરેલીના ૮૫ જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા તથા ડો. એ. કે. વાળાએ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનો પરિચય તથા શાબ્દિક સ્વાગત કોલેજના સિનિયર પ્રધ્યાપક પ્રો. જે. એમ. તળાવીયાએ કર્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ પ્રશિક્ષક હર્ષાબેને માનસિક સ્વાસ્થ્યની અગત્ય સમજાવી હતી અને સ્ટ્રેસ, ડિપ્રેશન કે એન્ગ્ઝાઇટીને કેવી રીતે નિવારી શકાય તેના માટેના ઉપચારો જણાવ્યા હતા. ત્યારબાદ એમ.એસ.ડબલ્યુ નીતાબેન દ્વારા વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રા. જે. એમ. તળાવીયાએ જહેમત ઉઠાવી હતી. સદર કાર્યક્રમના આયોજન બદલ કે. કે. પારેખ કોમર્સ કોલેજ અમરેલીના તમામ શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા અભિયાન સેવા ટ્રસ્ટ અને શાંતાબા જનરલ સિવીલ હોસ્પિટલ અમરેલી, જિલ્લા NCD સેલનો આભાર વ્યકત કર્યો હતો.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખશ્રી અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, શ્રી ચતુરભાઈ ખુંટ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી
Inbox


















Recent Comments