ગુજરાત

“ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં” ૭૭  જેટલી વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરતી સંસ્થાનઓ અને વ્યક્તિ ઓને અચિવર એવોર્ડ-૨૦૨૬ એનાયત

“અતર બીજા ને લગાવો તો પણ સુગંધ આવે”             યોગ્ય વ્યક્તિ નું યોગ્ય સમયે સન્માન થાય ત્યારે સમજવું કે સમાજ માં હકારાત્મકતા ની નોંધ લેનાર હયાત છે (ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી) 

પાવાગઢ પરહિત સરિસ ધરમ નહિ ની યુક્તિ એ સેવા ની ધુની ધખાવી બેઠેલા સજ્જનો સન્નારી સંસ્થાઓનું મેક્સવિન હ્યુમન કેર ફાઉન્ડેશન વડોદરા અને સિટી સ્ટાર ન્યૂઝના સહયોગ થી અચિવર એવોર્ડ-૨૦૨૬ થી સન્માન કરાયું 

પાવાગઢ મુકામે રવિવાર ના રોજ સાંજ ના હોટેલ ઈનના પટાંગણમાં ગુજરાત રાજ્ય ની સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક હુન્નર કૌશલ્ય રોજગારી આરોગ્ય પત્રકારત્વ સહિત પછાત વિસ્તારની શાળામાં સેવાકીય પ્રવૃત્તિ મહિલા ઉત્થાન સખી મંડળો જેવી પ્રવૃત્તિ કરતી સંસ્થાન અને વ્યક્તિ ઓના વિશિષ્ટ બહુમાન સાથે ગૌરવીંત કરતો અચિવર એવોર્ડ-૨૦૨૬ એનાયત  સમગ્ર રાજ્ય માં નમૂના રૂપ સામાજિક પ્રદાન કરતા સેવાભાવી કાર્યકરોને સન્માનિત કરવા સોશિયલ અચિવર એવોર્ડ-૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૭૭ જેટલા સેવાભાવી કાર્યકરો ની સેવા કાર્યને સન્માન આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં ભવ્ય સમારંભ માં સમગ્ર રાજ્ય માંથી અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ની ૭૭ જેટલી સંસ્થા ઓ વ્યક્તિઓને સોશિયલ અચિવર એવોર્ડ થી સેવા સમર્પણ સમય બદ્ધતા થી સમાજ હિતને થયેલ વિશિષ્ટ લાભ ને યાદ કરી પ્રોત્સાહિત કરવાનું સુંદર આયોજન થયું હતું તા.૧૪-૦૨-૨૦૨૬ના  રોજ પાવાગઢ ખાતે સોશિયલ અચિવર એવોર્ડ- ૨૦૨૬ નો ભવ્ય સમારંભ યોજાયો હતો.આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી 

અતિથિ તરીકે ગોસ્વામી ૧૦૮ વાગેશકુમારજી મહારાજ, MAXWIN Humancare Foundation ના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ શાહબુદ્દીન વારસી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.સમારંભ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સેવા આપતા સામાજિક કાર્યકરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં નિષ્કામ સેવા કાર્યના મહત્વ પર પ્રકાશ પાડતા સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ જણાવ્યું હતું કે યોગ્ય વ્યક્તિ નું યોગ્ય સમયે સન્માન થાય ત્યારે સમજવું કે સમાજ માં હકારાત્મક વ્યક્તિ ઓ હયાત છે સ્તકર્મ ની સુવાસ સુગંધી પુષ્પો માફક ફેલાય છે તેને પવન ના ધક્કા ની જરૂર નથી પડતી અંતર બીજા ને લગાવો તો પણ સુગંધ આવે જ સુભાષીશ આપતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ જણાવ્યું હતું જીવન અંજલિ થજો અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું બનજો નીર દિન દુખિયા ના આંસુ લ્હોતા અંતર કદી ના ધરજો શ્રેય માર્ગે ચાલવાની ઉદત પ્રેરણા આપતા મેક્સવિન હ્યુમન કેર ફાઉન્ડેશન વડોદરા અને સિટી સ્ટાર ન્યૂઝના ઉદારદિલ દાતા રત્નો મન વંદન કર્યા હતા સમાજ હિતમાં કાર્યરત સેવાભાવી વ્યક્તિ ઓને અભિનંદન પાઠવ્યા હતા.કુલ ૭૭ સામાજિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.જેમા કલા હુન્નર કૌશલ્ય રોજગારી શિક્ષણ આરોગ્ય પત્રકારવત્વ જેવા જન હિત ના માધ્યમ થી લોક કલ્યાણ ક્ષેત્રે સેવા પ્રદાન કરતા ઓની સુપેરે નોંધ લેવાય હતી અને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ સાથે ગુજરાત પ્રેસિડેન્ટ આસિમ ખાન ગુજરાત વાઈસ પ્રેસિડેન્ટ અશ્વિન હાલારી  બિઝનેસ હેડ રશીદ વ્યાસ લીગલ એડવાઇઝર જસવંત બારોટ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Posts