ભાવનગર

ઢેબરીયા તેરસનાં મેળા નિમિત્તે પાલીતાણા ખાતે નો પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પડાયું

પાલીતાણા શહેરમાં આગામી તા.૨૮/૦૨/૨૦૨૬ તથા તા.૦૧/૦૩/૨૦૨૬ નાં રોજ જૈન સમાજનો ઢેબરીયો
મેળો યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ
અકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની
કલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાં
“પાલીતાણા છેલ્લા ચકલાથી તળેટી સુધીના જાહેર માર્ગ ઉપરની બન્ને બાજુએ તા.૨૭/૦૨/૨૦૨૬ થી
તા.૦૧/૦૩/૨૦૨૬ (દિન-૩) માટે વાહનો પાર્કીંગ ન કરવા માટેનું નો પાર્કીંગ ઝોન જાહેર કરેલ છે.
આ જાહેરનામાનાં અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજાના ન હોય
તેવા ફરજ ઉપરના કોઇપણ અધિકારીશ્રી અધિકૃત રહેશે. સદરહું હુકમનું ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ
અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષા થશે.

Related Posts