ભાવનગર

રાજ્ય કે જિલ્લા બહારથી રોજગારી માટે આવતા શ્રમિકોની સંપૂર્ણ માહિતી મળ્યા બાદ જ માલિકે કામ પર રાખવા તે અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

ભાવનગર જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં રોજગારી અર્થે શ્રમિકો/કારીગરો/ કર્મચારીઓ/દેશ
/રાજય/જિલ્લા બહારથી મોટી સંખ્યામાં રોજગારી અર્થે ઘરઘાટી,ચોકીદાર, કારખાનામાં, મકાન બાંધકામમાં, પોલ્ટ્રી
ફાર્મ ઉદ્યોગમાં, હિરા ઉદ્યોગમાં, ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર-ધંધામાં શ્રમિક તરીકે જિલ્લામાં આવે છે જેમાં
અમુક ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા તથા ગુન્હાહિત માનસ ઘરાવતા ઇસમો હોય તેની સંભાવના બની શકે છે. અમુક
કિસ્સાઓમાં તેમના વતનમાં કે અન્ય શહેરમાં ગંભીર ગુન્હાઓ આચરી અન્ય જિલ્લામાં આશરો લેતા હોય છે અને
આવા શ્રમિકોના ટુંકા નામ સિવાય માલિક પાસે વિશેષ કોઇ માહિતી હોતી નથી. જેથી આવા સંજોગોમાં કાયદો અને
વ્યવસ્થા જાળવવા અને ભવિષ્યમાં કોઇ ગુન્હેગાર ગુન્હો કરી નાસી જાય તેવા સજોગોમાં વ્યકિતની ચોકકસ ઓળખ
પ્રસ્થાપિત થવી આવશ્યક જણાય છે.
પ્રવર્તમાન સજોગોને ધ્યાને લેતા દેશની આંતરિક સુરક્ષા માટે પણ આ બાબત યોગ્ય અને ઇચ્છનીય નથી.
જેથી શ્રમીકોનું નામ, સરનામા સહિતની જરૂરી વિગતો રખાય તે સુનિશ્ચિત કરવું ખુબ જ જરૂરી છે તે અંગેનું જાહેરનામું
બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજૂ થયેલ છે. જે અનુસાર જાહેર સલામતી અને
શાતિ જાળવવા સારૂ જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ની
પેટા કલમ(૧) અન્વયે મળેલ સત્તાની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી , ભાવનગર દ્વારા જાહેર જનતાની સલામતી
અને શાંતિ માટે ફરમાવેલ છે કે, તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ઉધોગો, હીરા ઉધોગ, ખેતી તથા
અન્ય ફેકટરી ઉધોગો, વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટ કે જેઓના
યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, શ્રમિકો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના
કર્મચારીઓ/કારીગરો/શ્રમિકોની હકીકત તૈયાર કરી માહિતી સંબધિત પોલીસ સ્ટેશનને જાહેરનામાની તારીખથી દિન-
૭ સુધીમાં આપવાની રહેશે. શ્રમિકો/કારીગરોની માહિતીનું નોંધણી નંબર સહિતનું રજીસ્ટર નિભાવવાનું રહેશે અને
જયારે પણ પોલીસ વિભાગ દ્વારા શ્રમિકો બાબતેની માહિતી ચકાસણી કરવા સારૂ માગવામાં આવે ત્યારે માહિતી પુરી
પાડવાની રહેશે.
આ માહિતીમાં પેઢીના માલિક/ખેડૂતનું નામ તથા સરનામું તથા ધંધાની વિગત, મોબાઈલ નંબર તથા
ધંધાનાં સ્થળના ટેલીફોન નંબર, કામે રાખેલ કર્મચારી/કારીગર/શ્રમિક/ભાગીયાનું પુરું નામ ઓળખ, ચિન્હ હાલનું
સરનામું ,મોબાઇલ નંબર, મૂળ વતન નું પૂરું નામ, વતનના ટેલિફોન નંબર, નોકરીએ રાખ્યાની તારીખ, અગાઉ જ્યાં
કામ કરતાં હોય તે માલીકનું પૂરું નામ અને ટેલિફોન નંબર, જેના રેફરન્સ કે પરિચયથી નોકરીએ રાખેલ છે તે

સ્થાનિક રહીશનું પૂરું નામ , સરનામું અને મોબાઈલ નંબર, વતન સહિતના ત્રણ સંબધીનાં પૂરા નામ, સરનામા અને
મોબાઈલ નંબર, ફોટો અને હથિયાર ધરાવતા હોય તો તેની વિગત વગેરે જેવી બાબતો તૈયાર કરવાની રહેશે.
સ્થાનિક/જિલ્લા બહારના/રાજય બહારના/દેશ બહારના કોઇ પણ વ્યકિતને મિલ્કત જેવી કે, મકાન, દુકાન,
ગોડાઉન, ઔધોગિક એકમો, ઓફીસ, કોલ્ડ સ્ટોરેજો, શેડ ખુલ્લા પ્લોટ વગેરે રહેઠાણ/વ્યાપાર/કોમર્શીયલ હેતુ માટે
ભાડા પટ્ટે આપવામાં આવે ત્યારે મિલ્કત ભાડે અપાવનાર તથા અપાવનાર સંચાલક/દલાલ અને મિલ્ક્ત માલિક
સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને ભાડે આપી શકશે નહી, ભાડે આપેલ મિલ્કત અંગે માહિતી
સંબંધી પોલીસ સ્ટેશનમાં દિન-૭ સુધીમાં આપવાની રહેશે.
આ માહિતીમાં મિલકત માલીકનું નામ તથા રહેઠાણનું સરનામું, જે મિલ્કત ભાડે આપેલ હોય તે મિલ્કતનું
નામ તથા સરનામું, બાંધકામ જગ્યાની વિગત(ચો મી), મિલકત ભાડે આપ્યાની તારીખ તથા માસિક ભાડું, મિલ્ક ભાડે
રાખનાર વ્યક્તિના નામ. સરનામા, ફોન નં. ફોટા. ઓળખકાર્ડ, ચૂંટણીકાર્ડ. ડ્રાઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ, મુળ કયાના
રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા વતનની બે વ્યક્તિના નામ સરનામા તથા ફોન નંબર, ભાડુઆત તરીકે
સંપર્ક કરાવનાર એજન્ટ/દલાલનું સરનામું/ફોન નંબર વગેરે જેવી બાબતો તૈયાર કરવાની રહેશે.
ઘરઘાટી અંગેની માહિતી અને ખેત શ્રમીક/ભાગીયા અંગેની માહિતી સંબંધીત પોલીસ સ્ટેશનમાં દિન-૭
સુધીમાં આપવાની રહેશે. જેમાં ઘરઘાટી કે ચોકીદાર તરીકે કામ કરનાર શ્રમિક/ચોકીદારનું નામ તથા રહેનાકનું
સરનામું, જેને કામે રાખનાર માલીકનું નામ,સરનામું અને મોબાઈલ નંબર, કામે રખ્યાની તારીખ, કામે રહેનારનું
ઓળખકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મૂળ ક્યાના રહેવાસી છે તે વતનના પૂરા સરનામા, તે વતનનાં બે
વ્યક્તિનાં નામ, સરનામા તથા ફોન નંબર, ચોકીદારની ઓળખાણ આપતા હોય તેવા બે વ્યક્તિના નામ, સરનામા,
ફોન નંબર વગેરે જેવી બાબતો તૈયાર કરવાની રહેશે. જ્યારે ખેત શ્રમિક, ભાગીયા તરીકે કામ કરનારનું નામ તથા
રહેઠાણનું સરનામું, ખેડૂતનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર, કામે રાખ્યાની તારીખ, કામે રહેનાર ખેત શ્રમિક,
ભાગીયાનું ઓળખકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મૂળ ક્યાના રહેવાસી છે તે વતનના પૂરા સરનામા, તે
વતનનાં બે વ્યક્તિનાં નામ, સરનામા તથા ફોન નંબર, ખેત શ્રમિકની ઓળખાણ આપતા હોય તેવા બે વ્યક્તિના
નામ, સરનામા, ફોન નંબર વગેરે જેવી બાબતો તૈયાર કરવાની રહેશે.
આ જાહેરનામા જિલ્લામાં આવેલ સરકારી કચેરી/અર્ધ સરકારી કચેરી/બોર્ડ/નીગમ/સરકારી/સંસ્થા તથા
સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના અધિકારી/ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે નહીં. આ જાહેરનામું પ્રસિધ્ધ
થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩
ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનારને કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માટે હેડ
કોન્સટેબલથી નાયબ પોલીસ અધિકારીશ્રી સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને અધિકાર રહેશે.

Related Posts