અમરેલી

આઈ.ટી.આઈ ધારી ખાતે તા. ૨૫ ફેબ્રુઆરીએ સવારે ૧૦ વાગ્યે રોજગાર ભરતીમેળો યોજાશે

આઈ.ટી.આઈ ધારી, હીમખીમડી, તુલશીશ્યામ રોડ ખાતે તા. ૨૫ ફેબ્રુઆરી,૨૦૨૬ના રોજ  સવારે ૧૦ વાગ્યે રોજગાર ભરતીમેળો યોજાશે. ધોરણ ૧૦, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ અથવા આઈ.ટી.આઈ ટ્રેડ તમામ પાસઆઉટ તાલીમાર્થીઓ આ ભરતીમેળામાં ભાગ લઈ શકે છે. કંપની દ્વારા પોસ્ટ મુજબ રૂ. ૧૨ થી ૨૫ હજાર સુધી પગાર ચૂકવવામાં આવશે. મશીન ઓપરેટર, ટેક્નિકલ, ટ્રેઈની પોસ્ટ, કંપની ટ્રેઈની, બ્યૂટીશિયન, હેર ડ્રેસર, કેશિયર, સ્ટોક મેનેજર, ફલોર મેનેજર સહિતની પોસ્ટ માટે ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ અને શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવા આઈ.ટી.આઈ ધારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts