અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ગ્રામ રક્ષક દળ (જી.આર.ડી.) માટે ફક્ત પુરુષ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભરતી માટેના અરજી ફોર્મ 22 જુલાઈ, 2026થી 31 જુલાઈ, 2026 સુધી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતેથી રૂબરૂ મળી શકશે.
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવાર ધોરણ-3 પાસ, 20થી 40 વર્ષની ઉંમરનો તેમજ ભરતી સમિતિ દ્વારા નક્કી કરાયેલા ગામોના રહેવાસી હોવો આવશ્યક છે. ભરતી માટે વિજપડી, લીંભાળા, ભમ્મર, ચીખલી, નાનીવાડાળ,વિજીયાનગર, નેસડી, ધજડી, અમરાપરા, જાબળ, આંબરડી, અમૃતવેલ, ધાર, ભૂવા અને જૂનાસાવર સહિતના ગામોના ઉમેદવારો અરજી કરી શકશે.
શારીરિક કસોટીમાં ઉમેદવાર માટે 162 સે.મી. ઊંચાઈ, 50 કિલો વજન, 78થી 84 સે.મી. છાતી તેમજ 1500 મીટરની દોડ 8 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે.
પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અરજી ફોર્મ મેળવવા ઉમેદવારે જાતે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવું પડશે. આ ભરતી માત્ર પુરુષ ઉમેદવારો માટે હોવાથી મહિલા ઉમેદવારોએ અરજી માટે આવવાનું રહેશે નહીં. લાયક ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં અરજી કરી આ તકનો લાભ લેવા પોલીસ વિભાગે અપીલ કરી છે.

















Recent Comments