અમરેલી જિલ્લાના વંડા પોલીસ દ્વારા ગ્રામ રક્ષક દળ (જી.આર.ડી.) માટે ફક્ત પુરુષ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભરતી માટેના અરજી ફોર્મ 22 જુલાઈ, 2026થી 31 જુલાઈ, 2026 સુધી ઉપલબ્ધ રહેશે. રસ ધરાવતા ઉમેદવારોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ જઈ અરજી ફોર્મ મેળવવાનું રહેશે.
ભરતી માટે ઉમેદવારની ઉંમર 20થી 50 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. ઉમેદવાર ગ્રામ વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ તેમજ ઓછામાં ઓછી ધોરણ-3 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો આવશ્યક છે. ભરતી સમિતિ દ્વારા નક્કી કરાયેલા ખાલપર, આંકોલડી, ફીફાદ, ધોપલા, પીપરડી અને હીપાવડલી ગામોના ગ્રામ વિસ્તારોના રહેવાસીઓ અરજી કરવા પાત્ર રહેશે.
શારીરિક લાયકાત મુજબ ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર, વજન 50 કિલોગ્રામ, 1500 મીટરની દોડ 8 મિનિટમાં પૂર્ણ કરવાની ક્ષમતા તેમજ છાતીનું માપ 78 સેમી (ફુલાવ્યા વગર) અને 84 સેમી (ફુલાવેલી) હોવું જરૂરી રહેશે.
વંડા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ ભરતી માત્ર પુરુષ ઉમેદવારો માટે જ છે. મહિલા ઉમેદવારોએ અરજી ફોર્મ લેવા આવવાનું નથી. લાયક ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

















Recent Comments