રાજસ્થાન શ્રી ઉગમ ફોજ બાંદરાધામ ગોંડલ ગુજરાત થી રામદેવરા રણુજા રાજસ્થાન મા બે દિવસ ભંજન સત્સંગ અને આરોગ્ય લક્ષી કાર્યક્રમ યોજાયો તા.૨૨-૨૩ ફેબ્રુઆરી રામદેવરા રણુજા રાજસ્થાન મા ગુજરાત ગોંડલ બાંદરાધામ આયોજિત ભંજન સત્સંગ નેત્રયજ્ઞ કાર્યક્રમ યોજાયો જેમાં ૧૫.૦૦૦ થી વધુ ભક્તો આવ્યા હતા. કાર્યક્રમ રણુજા રામદેવપીર મંદિર ધજા અને દર્શન સમાધિના દર્શન તેમજ મંદિરથી સત્સંગ સભા સ્થળ જાટ સમાજની વાડી પોખરણ રોડ સુધી શોભાયાત્રા સંતગણ ના સામૈયા માં હજારોની મેદની થી રામદેવરા ભક્તિમય બન્યું હતું. સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ ભોજન પ્રસાદ નું આયોજન હતું દિવસ દરમિયાન આરતી ભજન સત્સંગ રાત્રી એ હજારો લોકો સત્સંગ માં લાભ લીધો હતો.બાંદરાધામ ના પ પૂશ્રી ગોરધનબાપા ભેડા પીપળીયા થી પ પૂ શ્રી જયંતિબાપા એ સત્સંગ ઉપદેશ દ્વારા જીવન ઉપયોગી આધ્યાત્મિક સંદેશ આપ્યો જીવન મા ઉજાસ લાવવા સદગુરુ નો સંગ અને સત્સંગ કરી તેમના ચરણે અને સેવા થકી સુખ પમાય છે. આધ્યમિકતા સાથે આરોગ્ય વિષયક નેત્રયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સુરત થી રેડકોર્સ સોસાયટી ચોર્યાસી તાલુકા શાખા અને લોકદ્રષ્ટિ ચક્ષુબેક ના સહયોગ થી ઓથલમિક આસી.દિનેશભાઈ જોગાણી ઉપપ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેક વાઇસ ચેરમેન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી શાખા સક્ષમ સુરત મહાનગર ના ઉપાધ્યક્ષ એ સેવા આપી હતી.આ નેત્રયજ્ઞ ના સૌજન્ય બાંદરાધામ રહ્યું હતું. પ પૂ કરમશીબાપા ગુરુ આશ્રમ સુરત થી ગિરીશભાઈ બોદરા સહયોગ રહ્યો.જેમાં ૩૦૩ સ્થાનિક લોકો રામદેવરા અને પોખરણ ગઢ અને આજુ બાજુ ના લોકો એ નેત્રયજ્ઞ મા નેત્ર નિદાન કરાવ્યું ૨૫૦ લોકો ને નિશુલ્ક ચશ્મા વિતરણ જરૂરી ટીપા વિના મૂલ્યે આપવામાં આવ્યા. આ નેત્રયજ્ઞ ને સફળ બનાવવા સ્થાનિક આગેવાનો અને નીતિનભાઈ રાજકોટ ભાવેશભાઈ બગડા રાજકોટ સંદીપભાઈ જીંજાળા સુરત, ભરતભાઈ રાણપરિયા મેકડા સુરત એ સેવા આપી હતી.નેત્ર પ્રત્યાર્પણ આરોપણ ના આર્થિક સહયોગી ગિરીશભાઈ પ પૂ કરમશીબાપા અને ગુરુ આશ્રમ સુરત ની સેવા અને નેત્રદાન માટે ડો પ્રફુલભાઈ શિરોયા માર્ગદર્શન હેઠળ નેત્રદાન ની મહત્વ ની સેવા થી સર્વ ને અવગત કર્યા હતા
શ્રી ઉગમ ફોજ બાંદરાધામ ગોંડલ નો રામદેવરા રણુજા રાજસ્થાન મા બે દિવસ ભંજન સત્સંગ અને આરોગ્ય કાર્યક્રમ “લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત ની સેવા રાજસ્થાન સુધી પહોંચી”

















Recent Comments