અમરેલી

સાવરકુંડલા Aap પ્રમૂખ જગદીશ ભાઈ ઠાકોરે હોમ ગાર્ડ કર્મચારી પર આરોપ લગાવતા ઉચ્ચસ્તરીય અરજીઓ કરી…

બદલ ડાયરેક્ટર જનરલ (હોમગાર્ડઝ એન્ડ સિવિલ ડિફેન્સ) ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. સાવરકુંડલાના સ્થાનિક નાગરિક જગદીશભાઈ ડાભી (ઠાકોર) દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, હોમગાર્ડ દળના જવાબદાર પદ પર

હોવા છતાં પ્રવીણભાઈ સાવજ ભારતીય જનતા પાર્ટી, અમરેલી જિલ્લાના મંત્રી તરીકે સક્રિય રાજકીય હોદ્દો ધરાવે છે. ગૃહ વિભાગના હોમગાર્ડના સભ્ય કે અધિકારી કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાઈ શકતા નથી. આ નિયમ મુજબ હોમગાર્ડમાં ફરજ બજાવતા દરેક વ્યક્તિએ ‘રાજકીય તટસ્થતા’ જાળવવી ફરજિયાત છે. હોમગાર્ડ રૂલ્સના નિયમ ૧૭ અને ૨૦ મુજબ, રાજકીય પ્રવૃત્તિમાં સામેલ હોવું એ શિસ્તભંગનો ગંભીર ગુનો બને છે.અરજદાર જગદીશભાઈ ડાભીએ ફરિયાદ સાથે ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોની યાદી તેમજ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ રાજકીય કાર્યક્રમોના ફોટાઓ પુરાવા તરીકે રજૂ કર્યા છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે, હોમગાર્ડ દળની છબી અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે પ્રવીણભાઈ સાવજ સામે તાત્કાલિક વિભાગીય તપાસ હાથ ઘરી તેમને ફરજ પરથી મુક્ત કરવામાં આવે.

Related Posts