એનેમિયા મુક્ત ભારત અભિયાનને વેગવાન બનાવવા અર્થે સંપૂર્ણ પોષણ માટે ડબલ ફોર્ટિફાઈડ નમક અને ચોખાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉમદા ઉદ્દેશ સાથે આજરોજ અમરેલી ખાતે ફૂડ ફોર્ટિફીકેશન અંતર્ગત જિલ્લાકક્ષાનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના લાઈવલીવુડ મેનેજર, તાલુકાદીઠ બી.આર.સી, તાલુકા હેલ્થ વિઝિટર્સ, પૂર્ણા કન્સલ્ટન્ટ સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તાલીમમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે ફોર્ટિફિકેશન એટલે પોષણમાં સુધારો કરવા માટે ખોરાકમાં આવશ્યક સૂક્ષ્મ પોષકતત્વો એટલે કે, વિટામિન્સ અને ખનિજોની માત્રા વધારવાની રીત અને ખાદ્ય પુરવઠાની પોષક ગુણવત્તામાં સુધારો કરવો અને આરોગ્ય માટે ન્યૂનતમ જોખમ સાથે જાહેર આરોગ્ય લાભ પૂરો પાડવો.
ફૂડ ફોર્ટિફિકેશન શાં માટે ?
ફૂડ ફોર્ટિફિકેશન એ ખાસ કરીને બાળકો અને પ્રજનન વયની મહિલાઓ માટે સૂક્ષ્મ પોષકતત્વોના કુપોષણને દૂર કરવા માટે એક વસ્તી આધારિત ઓછો ખર્ચાળ અભિગમ છે.
ફોર્ટિફિકેશનના ફાયદાઓ :-
આહાર પદ્ધતિ અને સામાજિક સ્વીકૃતિમાં કોઈ ફેરફાર નથી. ઓછી દૈનિક માત્રામાં સલામતી સાથે ઝડપી અસર ધરાવે છે. ખોરાકની પ્રાકૃતિકતામાં કોઈ ફેરફાર થતો નથી. નિયમિત રીતે મલ્ટિ માઈક્રોન્યુટ્રિઅન્ટ આર.ડી.એના નોંધપાત્ર પ્રમાણની ઉપલબ્ધતા, કોઈ પણ ખાઈ શકે છે.
સરકાર દ્વારા ડબલ ફોર્ટિફાઈડ નમક, ફોર્ટિફાઈડ ચોખા, ફોર્ટિફાઈડ આટો, ફોર્ટિફાઈડ તેલ ચીજવસ્તુઓમાં ફોર્ટિફિકેશન કરવામાં આવે છે. આ તાલીમ પ્રોગ્રામ અન્વયે માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમાર્થીઓને વિવિધ ચીજવસ્તુઓના પોષક તત્વો, ફોર્ટિફિકેશનના ફાયદા, તેની લાંબાગાળાની સકારાત્મક અસરો વગેરે બાબતો અંગે માહિતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ. ઉપરાંત સ્થળ પર જ ડેમોન્સ્ટ્રેશન – સ્પોટ ટેસ્ટીંગ કીટ દ્વારા યોજાયું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા પુરવઠા મેનેજરશ્રી સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ જોડાયા હતા


















Recent Comments