કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાના અધ્યક્ષસ્થાને તા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ સરકારી હાયર સેકન્ડરી સાયન્સ સ્કૂલ,
ઉમરાળા, જિલ્લો ભાવનગર ખાતે ADIP યોજનાના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
છે.
જિલ્લા ભાવનગરના ઉમરાળા તાલુકાના કુલ 90 દિવ્યાંગ લાભાર્થીઓને પૂર્વે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આ શિબિરમાં રૂપિયા 14,04,534/- ની
કુલ કિંમતના 177 સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે.
દિવ્યાંગજનોના ચિહ્નીકરણ અને નોંધણી માટે માનનીય રાજ્યમંત્રીશ્રી, ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકાર તથા
માનનીય સાંસદશ્રી (ભાવનગર-બોટાદ) દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સાથે સંકલન કરવામાં આવ્યું હતું.
માનનીય મંત્રીશ્રીના અનુસંધાને Artificial Limbs Manufacturing Corporation of India (ALIMCO) દ્વારા જિલ્લા ભાવનગર પ્રશાસનના
સહકાર અને માર્ગદર્શન હેઠળ તા. 05.12.2024 થી 18.12.2024 દરમિયાન નિદાન અને પરિક્ષણ શિબિર યોજવામાં આવી હતી.
આ નિદાન શિબિર પૂર્ણ થયા બાદ કુલ 2060 દિવ્યાંગજનોને 3750 સહાયક સાધનોના નિઃશુલ્ક વિતરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેની
અંદાજિત કુલ કિંમત રૂપિયા 2.76 કરોડ જેટલી છે. અગાઉ તા. 06.01.2026 થી 07.01.2026 તથા 16.01.2026ના રોજ ભાવનગર
જિલ્લાના શિહોર, પાલિતાણા અને ભાવનગર શહેર ખાતે સહાયક સાધનોનું વિતરણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગજનોને ALIMCO દ્વારા ઉત્પાદિત વિવિધ પ્રકારના સહાયક સાધનો જેમ કે બેટરી સંચાલિત મોટરાઈઝ્ડ ટ્રાઈસાયકલ, ટ્રાઈસાયકલ, વ્હીલચેર,
સી.પી. ચેર, બેસાખી, શ્રવણ યંત્ર, કૃત્રિમ અંગ વગેરે આપવામાં આવી રહ્યા છે.
તા. 28.02.2026ના રોજ યોજાનાર ઉમરાળા વિતરણ શિબિરમાં 90 લાભાર્થીઓને નીચે મુજબના 177 સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે:
મોટરાઈઝ્ડ ટ્રાઈસાયકલ – 10
ટ્રાઈસાયકલ – 32
વ્હીલચેર – 19
બેસાખી – 16
છડી – 27
સુગમ્ય કેન – 5
Page 2 of 2
રોલેટર – 8
TLM કિટ – 18
BTE ડિજિટલ પ્રકારના શ્રવણ યંત્ર – 12
સી.પી. ચેયર – 2
વોકર – 8
કૃત્રિમ અંગ – 20
આ શિબિર દ્વારા દિવ્યાંગજનોને સહાયક સાધનો પૂરા પાડી તેમની દૈનિક જીવનશૈલીને વધુ સુગમ બનાવવાનો અને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત
કરવાનો મહત્વપૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.


















Recent Comments