ખાંભા તાલુકા માટે અડધી રાતનો હોંકારો ગણાતા બ્રહ્મ સમાજના યુવા અગ્રણી અને ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ આજે 38 વર્ષ પૂર્ણ કરી 39 માં વર્ષમાં પ્રવેશતા શુભેચ્છકો, ભાજપના કાર્યકર્તાઓ, સાથે વિશાળ મિત્ર વર્તુળ દ્વારા શુભકામનાઓનો ધોધ વછૂટયો છે ખાંભા પંથકમાં આનંદ ભટ્ટના પિતાશ્રી તાલુકા પંચાયતના ટીડીઓ તરીકે સેવા આપીને નિવૃત થયા બાદ રાજકીય ક્ષેત્રે આનંદ ભટ્ટ સફળતાના શિખરો સર કર્યા હતા અમરેલી જીલ્લા યુવા ભાજપના પ્રમુખ પદે સેવા આપ્યા બાદ પ્રદેશ કિસાન મોરચાના સદસ્ય રહી ચૂકેલા આનંદ ભટ્ટ હાલ ખાંભા તાલુકા ભાજપના પ્રમુખ પદે કાર્યરત છે ને ખાંભા પંથકના ગ્રામીણ ગામડાઓમાં વિકાસની કેડી કંડારવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવીને ખાંભા ગીર વિસ્તારમાં સરકારના વિકાસ કામોની વણથંભી વણઝાર કાર્યરત રાખવામાં રાજનેતાઓ સાથે સુમેળ ભર્યા સંબંધો સ્થાપીને સૌના હૃદયમાં અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે સ્વભાવે સરળ અને સંસ્કારિતાના સમન્વયની કુનેહથી ખાંભા ગીર વિસ્તારના લોકોમાં આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે 38 વર્ષ પૂર્ણ કરી 39 માં વર્ષમાં પ્રવેશતા વિશાળ મિત્ર વર્તુળ સાથે કાર્યકર્તાઓ દ્વારા બ્રહ્મ સમાજના ઘરેણું આનંદ ભટ્ટના મોબાઈલ નંબર 9429045457 પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
સંસ્કારિતા અને સદભાવનાનો સમન્વય એટલે આનંદ ભટ્ટ. ખાંભા તાલુકા ભાજપના પ્રમુખ આનંદ ભટ્ટનો જન્મદિવસ


















Recent Comments