અમરેલી જિલ્લાના માલવણ ગામે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પુરસંરક્ષણ દિવાલના નિર્માણ કાર્યનું વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની ઉપસ્થિતિ અને લોકઉત્સાહ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે વ્યક્ત થઈ હતી.
માલવણમાં અંદાજિત રૂ. ૩૮ લાખના ખર્ચે આ પુરસંરક્ષણ દિવાલનું નિર્માણ હાથ ધરવામાં આવશે. વરસાદી ઋતુ દરમિયાન પૂર જેવી પરિસ્થિતિમાં થતું નુકસાન અટકાવવા માટે આ દિવાલ મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરી જાહેર સંપત્તિને સુરક્ષા મળશે.
આ સાથે અમરેલી તાલુકાના શેડુભાર ખાતે ભૂતડાદાદાના મંદિર ખાતે સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કોમ્યુનિટી હોલ ગામના સાંસ્કૃતિક સામાજિક કાર્યો માટે ચેતનાનું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments