નિર્મલ ગુજરાત ૨.૦ અંતર્ગત સાવરકુંડલા ખાતે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં વિવિધ ગામના સરપંચશ્રીઓ, અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ, તલાટી મંત્રીશ્રીઓને ગ્રામ વિકાસ,સ્વચ્છતાલક્ષી માળાખા વિષયક માહિતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામડાઓમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે સંવાદ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ આત્મા પ્રોજેક્ટ હેઠળ પરિસંવાદ, સેમિનાર, મોડેલ ફાર્મ મુલાકાત અને તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ કાર્યક્રમો થકી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિષયક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત ખેડૂતોને મોડેલ કૃષિ ફાર્મની મુલાકાત દ્વારા પ્રત્યક્ષ રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની સમજ આપવામાં આવે છે.
તાલુકા પંચાયત સાવરકુંડલા દ્વારા આયોજિત વર્કશોપમાં પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણ, જમીનની જીવંતતા વધારવી, ખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની તાલીમોથી પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે અને ખેડૂતોને ટકાઉ, ખર્ચ ઘટાડતી તથા પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળશે.


















Recent Comments