સત્તાના આ ખેલમાં જનતા પીસાય છે,
તેલના ભંડાર સાથે આશા ભડકે બળાય છે.
બે આખલાની લડાઈમાં ઘરના ચૂલા ઠર્યા,
યુદ્ધના આ જવરમાં માનવતા ક્યાં જણાય છે?
–“પાંધી સર”
અમેરિકા અને ઇઝરાયેલના આક્રમક વલણે મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને અત્યંત ગંભીર બનાવી દીધી છે. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના નવમા દિવસે ઇઝરાયેલે રણનીતિક રીતે ઇરાનના આર્થિક કરોડરજ્જુ સમાન તેલ ભંડારો પર હુમલા તેજ કર્યા છે. રિપોર્ટ અનુસાર, ઇરાનના ૩૦ થી વધુ ફ્યૂલ ટેન્કો અને તેલના મુખ્ય ડેપોને નષ્ટ કરવામાં આવ્યા છે. ટ્રમ્પના નિવેદને બળતામાં ઘી હોમ્યું છે કે, આ સ્થિતિ બાદ ઇરાન લડવા લાયક પણ નહીં બચે.હાલ તો આ દાવા પ્રતિદાવા વચ્ચે
આ વૈશ્વિક ખેંચતાણની સીધી અસર ભારતના રસોડા સુધી પહોંચી છે. આજે જ ઘરેલું અને કોમર્શિયલ એલ.પી.જી. (LPG) ના ભાવમાં થયેલા વધારાએ ગૃહિણીઓનું બજેટ વેરવિખેર કરી નાખ્યું છે. ઔધોગિક હેતુ માટે વપરાતો ગેસ પર પણ કાપ મૂકવામાં આવી રહ્યો છે એટલે ગેસ આધારિત પ્રોડક્ટનું ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. માત્ર ગેસ જ નહીં, પરંતુ ગેસ આધારિત અન્ય ઉત્પાદનોના ભાવ પણ વધવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે બે દેશો શક્તિ પ્રદર્શન કરે છે, ત્યારે તેનો ભોગ હંમેશા સામાન્ય જનતા અને નાના રાષ્ટ્રો બને છે.
નિષ્ણાંતો માની રહ્યા છે કે જો આ ચિનગારી જલ્દી નહીં ઠરે, તો વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ શકે છે. તેલની તંગી અને આસમાને પહોંચતા ભાવ આખા વિશ્વની અર્થવ્યવસ્થાને લૂલી અને તહેસનહેસ કરી શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે આ ‘મરણિયા’ બનેલા દેશો ક્યારે શાંતિનો માર્ગ અપનાવે છે.
—


















Recent Comments