અમરેલી

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા  કલેકટરશ્રી, વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રી દ્વારા ફેટલ બાદ મૃત્યુ થયું હોય તેવા અકસ્માતોમાં એ.આર.ટી ઓ અને ટ્રાફીક પોલીસને સંયુક્ત સ્થળ મુલાકાત કરી અને અકસ્માતનું કારણ ચકાસવા માટે સંયુક્ત કામગીરી કરવા માટે સૂચના આપી હતી. અમરેલી નગરપાલિકાને સાવરકુંડલા બાયપાસ ચોકડથી ગુરૂદત્ત પેટ્રોલ પંપ સુધીના માર્ગે શહેરની હદમાંથી પસાર થતા વ્યસ્ત માર્ગ પર  સ્ટ્રીટલાઇટ નિયમિત રીતે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

ફેબ્રુઆરી ૨૦૨૬ માસ દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ સ્કુલ કોલેજમાં જાગૃત્તિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. વિભાગીય નિયામક એસ.ટી. દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરો માટે માર્ગ સલામતીના કાયદા સહિતની વિગતો આવરી લેતા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.

વાહન ચાલકોની સલામતી જળવાઈ અને ટ્રાફિકને લગતા નિયમોનું પાલન થાય તે માટે હેલમેટ, સીટબેલ્ટ, ઓવર સ્પીડીંગ સહિતના કાયદાઓનું વાહચાલકો અસરકારક પાલન કરે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી સૂચના આપી હતી.  વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત થાય તે માટે જરૂરી કાયદાઓનો અમલ સતત અને નિયમિત રીતે કરવા માટે કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપી હતી.

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી અમરેલી નાકિયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઈ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો. જોશી, માર્ગ મકાન વિભાગ પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ઢોલાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પંચાયત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, ચીફ ઓફિસરશ્રી અમરેલી નગરપાલિકા, પોલીસ, ૧૦૮, આરોગ્ય, સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts