અમરેલી

ઉનાળા ના બળબળતા તાપ માં. દહીંથરા છગનભાઈ વલ્લભભાઈ વાવીયા પરિવારે સમગ્ર પંથક માં જરૂરિયાતમંદો ને પગરખાં વિતરણ

દામનગર ના દહીંથરા ના સામાન્ય ખેડૂત પરિવાર ના ઉદારમત છગનભાઈ વલ્લભભાઈ વાવીયા દ્વારા દામનગર પંથક ના ગામ દહીથરા મેથળી કાચરડી સહિત ના વિસ્તાર માં ચાલતા ભડિયા સ્ટોનકચર માં કામ કરતા શ્રમિક પરિવારો માં ચપ્પલ વિતરણ અભિયાન ચલાવ્યું હતું દૂરસદુર વેરાન વગડા રેવન્યુ વિસ્તારો માં ખેતીવાડી કામ કરતા ભાગીયા સહિત જરૂરિયાતમંદ પરિવારો ને મોટી સંખ્યા માં પગરખા વિતરણ કર્યા હતા પરોપકારી સી.વી.પટેલ ઉનાળા ની ગિષ્મ માં બળબળતા પરિજનો ને ચપ્પલ વિતરણ માટે ઠેર ઠેર જઈ ને નાના મોટો સૌ કોઈ ને પગરખાં પહેરાવી માનવતા મહેકાવી હતી દામનગર ના દહીંથરા સહિત અનેક ગ્રામ્ય રેવન્યુ વિસ્તારો માં રીક્ષા ભરી ને ચપ્પલ વિતરણ કરતા મૂળ દહીંથરા ના હાલ મુંબઈ સ્થિત સી વી પટેલ ની ઉદત ભાવના એ બળબળતા તાપ માં જરૂરિયાતમંદ ગરીબ ગુરબા શ્રમિક પરિવારો ને ઘર બેઠા પગરખાં અર્પણ કર્યા હતા

Related Posts