અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ અને આંબરડી મુકામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળા ધામેલ ખાતે તા. ૧૭.૦૩.૨૦૨૬ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
જે અંતર્ગત શાખપુર, પાડરશીંગા, હાવતડ, ઈંગોરાળા, ધામેલ, હજીરાધાર, ભાલવાવ, રાભડા,ભટવદર સહિતના ગામના નાગરિકો સેવાસેતુ કાર્યક્રમનો લાભ લઈ શકે છે. પ્રાથમિક શાળા આંબરડી મુકામે તા. ૨૦.૦૩.૨૦૨૬ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત આંબરડી, નારણગઢ,નારાયણનગર, મેમદા, કાંચરડી, ઠાંસા, મુળીયાપાટ, સુવાગઢ, ધ્રુફણીયા, દહીંથરા, મેથળી વગેરે ગામના નાગરિકો લાભ મેળવી શકશે. સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ મળશે તેમ મામલતદાર લાઠીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.













Recent Comments