જામનગર ધ્રોલ ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ વીજ લાઈનોના કાયદાઓ બાબતે બે દિવસના સેમિનાર ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓ વીજળી પેદા કરી જમ્મુ કાશ્મીર થી લઈને તેલંગણા સુધીના રાજ્યોમાં વેચવાની છે આ વીજ લાઈનો ખેડૂતોના ખેતરમાંથી જ પસાર થવાની છે આ વીજ કંપનીઓ સંપૂર્ણપણે ધંધો કરે છે ને ખેડૂતોના ખેતરોની કિંમત તો ઘટે જ છે સાથે સાથે આજીવન જોખમ ખેડૂત પર ઉભું રહે છે
ગુજરાત સરકાર જાણે સંપૂર્ણપણે ખાનગી વીજ કંપનીઓના ખોળામાં બેસી ગઈ હોય એવી રીતે 2013 જમીન સંપાદન કાયદાને અવગણીને કંપનીઓના ફાયદાઓ માટે પરિપત્ર ઉપર પરિપત્ર કરી રહી છે
બીજી બાજુ ખેડૂતોને વીજ લાઈનોના કાયદાઓનું પૂરું જ્ઞાન ન હોવાના કારણે કંપનીઓ પોતાની ઈચ્છા મુજબ કલેક્ટર પાસેથી હુકમો કરાવે છે, પોલીસ પ્રશાસનનો કંપનીઓ પોતાની મરજી મુજબ ઉપયોગ કરી રહી છે
આ પરિસ્થિતિમાં ખેડૂતો છુટા છવાયા આંદોલનો કરી રહયા છે પણ કાયદાકીય પુરી માહિતી ન હોવાના કારણે સફળ થતા નથી ત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ગુજરાતના ખેડૂતોને કાયદાઓથી માહિતગાર કરવા માટે તારીખ 18 ને 19 માર્ચના રોજ બે દિવસના સેમિનારનું આયોજન કર્યું છે જેમાં ખેડૂતોને 1885 ના ટેલિગ્રાફ એકટ, 2003 ના ઇલેક્ટ્રિસિટી એકટ, 2017 થી 2025 સુધીના રાજ્ય સરકારના પરિપત્રો, 2025 ની કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન (SOP), 2025 ની રાજસ્થાન સરકારની SOP વગેરે બાબતે માહિતગાર કરવામાં આવશે જેમાં જયેશભાઈ પટેલ(પ્રમુખ ખેડૂત સમાજ), હાઇકોર્ટના વકીલ આનંદભાઈ યાજ્ઞિક (વીજ લાઈન કાયદાઓ બાબતે) પ્રોફેસર હેમંત કુમાર શાહ(ટ્રેડ ડીલ અને વર્તમાન અર્થતંત્ર ), નિવૃત IPS રમેશભાઈ સવાણી (વીજ લાઈનોના પ્રશ્ન ઉભા થાય ત્યારે પોલીસની ભૂમિકા શું) લાલજી દેસાઈ અને જીગ્નેશ મેવાણી(આંદોલનોની ભૂમિકા અને આંદોલનની પદ્ધતિઓ) પાલભાઈ આંબલિયા અને ગિરધરભાઈ વાઘેલા (ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી) વગેરે વિષયો ઉપરાંત ખેડૂત આગેવાનો વિવિધ મુદ્દે બે દિવસ ખેડૂતોને માહિતગાર કરશે તો આપના પ્રતિનિધિને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે.
આ સેમિનારમાં ભાગ લેવા માંગતા ખેડૂતોના રજિસ્ટ્રેશન ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ની ટિમ છેલ્લા બે મહિનાથી રજિસ્ટ્રેશન લઈ રહી છે જેમાં 500 જેટલા ખેડૂતોએ સહભાગી રજિસ્ટ્રેશન કર્યું હતું તે તમામ ખેડૂતોને ફોન કરી ખરાઈ કરતા 200 જેટલા ખેડૂતભાઈઓ આ સેમિનારમાં સહભાગી થશે.
તારીખ અને સમય:- 18/03/205 સવારે 9 વાગ્યાથી 19/03/2025 સાંજે 6 વાગ્યા સુધી સ્થળ આંબા ભગતની જગ્યા, વાંકીયા, ધ્રોલ, જી. જામનગર (ધ્રોલથી જામનગર તરફ જતા ધ્રોલથી 4 કિલોમીટરના અંતરે.સેમિનાર યોજાશે


















Recent Comments