ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે
જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે RPF નાં અધિકારી/કર્મચારીઓની ત્રિમાસિક
ફાયરિંગ પ્રેક્ટિસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેથી જાનમાલની સલામતી ખાતર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ
અધિકારની રૂઈએ શિહોર ગામનાં સર્વે નં.૨૮૨, શિહોર- ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરિંગ બટનું ક્ષેત્રફળ હેક્ટર-૨-
૧૯-૫૩ આરે.માં આવેલ છે તે સ્થળ તથા તેની પેરીફેરીથી આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં
તા.૨૫/૦૩/૨૦૨૬ થી તા.૨૭/૦૩/૨૦૨૬ દિન-૦૩ સુધી કોઈ પણ શખ્શે જવું નહીં તેમજ ઢોરોને સદરહું વિસ્તારમાં
ચરાવવા નહીં
જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈ પણ
હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની
કલમ-૧૩૧ મુજબ સજા થશે.
શિહોર-ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ












Recent Comments